વાહ, દીકરો હોય તો આવો… પિતાને થયું કેન્સર તો દીકરાએ પણ કર્યું એવું કે વીડિયો જોઈને તમે પણ સલામ કરશો !

આ છે કળિયુગનો શ્રવણ કુમાર દીકરો, જેને કેન્સર પીડીત પિતા માટે આપી દીધું આ કિંમતી વસ્તુનું દાન, વીડિયો જોઈને તમારી પણ આંખો ભીની થઇ જશે એ નક્કી

આપણે ત્યાં એવું કહેવાય છે કે મુસીબતમાં પરિવાર સાથ આપતો હોય છે, આવા ઘણા કિસ્સાઓ આપણે જોયા હશે જયારે કોઈ બીમારી કે કપરી પરિસ્થિતિમાં પોતાનો પરિવાર જ ઢાલ બનીને આવીને ઉભો રહ્યો હતો, વળી આ કોરોના સમયમાં માણસને પણ માણસની સાચી કિંમત સમજાઈ ગઈ. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ બાપ દીકરાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને જોઈને લોકો પણ ભાવુક થઇ રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક દીકરો પોતાના પિતાનું મુંડન કરી રહ્યો છે. જયારે તે પોતાના પિતાના વાળનું મુંડન કરી દે છે, ત્યારે તેના પિતાની આંખોમાં પણ આંસુઓ છલકાઈ આવે છે. તે રડવા લાગે છે. આ જોઈને તેમનો દીકરો પણ ભાવુક બની જાય છે. પિતાના રડવા પાછળનું કારણ તેમની બીમારી છે. તેમને કેન્સર હોય છે.

આ કારણે પિતાનો આભાર વ્યક્ત કરવા માટે અને તેમને સાથ આપવા માટે દીકરો પણ પોતાના માથામાં રહેલા વાળને ઉતારી દે છે અને મુંડન કરાવી લે છે. આ વીડિયોને જોઈને એમ લાગી રહ્યું છે કે સમય પણ રોકાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તે લોકોને ભાવુક કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થયેલા આ વીડિયોની અંદર ખુબ જ સરસ મજાનું કેપશન પણ લખવામાં આવ્યું છે. વીડિયોની સાથે લખવામાં આવ્યું છે કે, “જેવા પિતા એવો દીકરો, હવે આપણે સરખા છીએ….. 2 સુંદર લોકો”. આ વીડિયોના કેપશન દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ વીડિયો બ્રાઝિલનો છે.

Niraj Patel