બાપની ખુશી તો જુઓ ! જયારે પપ્પાના 65માં જન્મદિવસે દીકરાએ આપી શાનદાર મર્સીડીઝ કારની ભેટ ! વીડિયો ભાવુક કરી દેશે, જુઓ

દરેક પિતાની ઈચ્છા હોય છે કે તેમનો દીકરો સફળતાનાં શિખરો સર કરે, તે તેમના કરતા પણ ખુબ જ આગળ વધે અને પ્રગતિ કરે, તો એક દીકરાની પણ જવાબદારી હોય છે કે તે પિતાના સપનાનાને પૂર્ણ કરે, તેમનું નામ રોશન કરે, નિવૃત્તિના સમયમાં તેમની દેખરેખ રાખે અને તેમને શાંતિની જિંદગી આપે. ઇન્ટરનેટ ઉપર એવા ઘણા વીડિયો પણ સામે આવતા હોય છે જેમાં પિતા પુત્રનો પ્રેમ જોવા મળતો હોય છે.

હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં દીકરાએ તેના પિતાના જન્મ દિવસે જે કર્યું તે ખરેખર ખુબ જ ભાવુક કરી દેનારું છે. એક દીકરાએ તેના પિતાના 65માં જન્મ દિવસે તેમને એક શાનદાર લક્ઝુરિયસ મર્સીડીઝ કાર ભેટમાં આપી હતી, આ દરમિયાન પિતાની ખુશી જોવા જેવી હતી. જેના કારણે આ વીડિયો પણ ખુબ વાયરલ થઇ ગયો.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક દીકરો પિતાને કોઈ કવર આપે છે અને પિતા તે કવર પોતાના હાથમાં લે છે. જેના બાદ પિતા ખુબ જ ખુશ થઇ જાય છે અને દીકરાને ભેટી પડે છે. આ દરમિયાન પિતા એટલા બધા ખુશ દેખાઈ રહ્યા છે કે આ નજારો જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ભાવુક થતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે દીકરાએ પિતાના 65માં જન્મ દિવસે મર્સીડીઝ કાર ભેટમાં આપી. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ જાણકારી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. સાથે જ લોકો દીકરાના પ્રેમના પણ વખાણ કરતા જોવા મળ્યા. ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel