મનોરંજન

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ આવી મેદાનમાં, ડ્રગ્સ મામલે ઝડપાયેલા આર્યન ખાનને લઇને કહી દીધી એવી વાત કે…

આર્યન ખાનની જામીન ફગાવા પર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડને પેટમાં દુખ્યું – આર્યનને જગજાહેર સપોર્ટ કરીને એવું એવું કહ્યું કે ફેન્સ ભડક્યા

શાહરૂખ ખાન અને તેનો પરિવાર આ સમયે ઘણા મુશ્કેલ સમયમાંથી ગુજરી રહ્યો છે. શાહરૂખનો દીકરો આર્યન ખાન ક્રૂઝ ડગ મામલે આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની જમાનત અરજી પણ ઘણીવાર ફગાવી દેવામાં આવી છે. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી પણ વધારી દીધી. હવે તે 30 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે. જો કે, આ બધા વચ્ચે શાાહરૂખ ખાન અને આર્યન ખાનને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. ઘણા બોલિવુડ સ્ટાર્સ શાહરૂખ અને આર્યનના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.

હાલમાં જ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પણ શાહરૂખ અને આર્યનના સમર્થનમાં આવી છે. તેણે સોશિયલ મીડિયા પર આર્યનની તસવીર શેર કરીને એક નોંધ પણ લખી છે. સોમીએ લખ્યું, ‘હા, ચાલો એક 23 વર્ષના યુવકનું જીવન બગાડીએ જેથી બતાવી શકાય કે પોલીસ કાયદાનું કેટલું પાલન કરે છે જ્યારે લોકો ખરેખર સેલિબ્રિટી અને તેમના બાળકોની હત્યાથી દૂર થઇ ગયા છે. આ કેવો ન્યાય છે, હત્યા કરવી ઠીક લાગે છે, પરંતુ દરેક કિશોર અને બાળક જે ડગ સાથે એક્સપરીમેન્ટ કરે છે તે છોકરાઓ, છોકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર કરતાં મોટો ગુનો છે ?

સોમીએ આગળ લખ્યું, ‘આ એક પાખંડ છે અને હા આર્યન મારી ઉંમરે માત્ર 23 વર્ષનો બાળક છે. આર્યનને મુક્ત કરો, ભ્રષ્ટાચાર બંધ કરો ‘. હવે યુઝર્સ સોમીની આ પોસ્ટ પર ઘણા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.  આ પહેલા પણ સોમીએ આર્યન ખાન કેસને લઇને એક લાંબી પોસ્ટ શેર કરી હતી. આર્યનની ધરપકડ પર સોમીએ દુખ જતાવ્યુ હતુ અને લખ્યુ કે, તેને ઘરે જવા દેવો જોઇએ. સોમીએ પોતાના પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, તેણે પણ ડગ લીધુ છે.

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ આર્યન ખાનનો સપોર્ટ કરતા તેને છોડી દેવાની અપીલ કરી હતી અને કહ્યુ કે, ડગ અને વેશ્યાવૃત્તિને અપરાધ માનવાનું બંધ કરી દો. સોમી અલીએ આર્યનને નિર્દોષ ગણાવતા એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે લખ્યુ છે કે, કોણ બાળક છે જેણે ડગ સાથે પ્રયોગ નથી કર્યો ? આ બાળકને ઘરે જવા દો.

વેશ્યાવૃત્તિની જેમ ડગ જેવા નશીલા પદાર્થ પણ કયારેય ખત્મ નહિ થઇ શકે, આ માટે બંનેને અપરાધ માનવાનું બંધ કરી દેવુ જોઇએ. અહીં કોઇ સંત નથી. સોમી અલીએ જણાવ્યુ કે, જયારે તે 15 વર્ષની હતી ત્યારે તેણે પોતે POT નામનુ એક ડગ લીધુ હતુ. એટલું જ નહિ, એક ફિલ્મ દરમિયાન તેણે દિવ્યા ભારતી સાથે ડગનું સેવન કર્યુ હતુ. સોમીએ આગળ લખ્યુ કે, મેં 15 વર્ષની ઉંમરે pot ટ્રાય કર્યુ હતુ અને ફરી “આંદોલન”ના શુટિંગ દરમિયાન દિવ્યા ભારતી સાથે ફરીથી ટ્રાય કર્યુ હતુુ, મને કોઇ જ પછતાવો નથી.

સોમી અલીનું કહેવુ છે કે, ન્યાયિક પ્રણાલી પોતાની વાત સાબિત કરવા માટે આર્યનનો ઉપયોગ કરી રહી છે કારણ કે તે બાળક કારણ વગર સહન કરી રહ્યો છે. કેવું રહેશે જો આની જગ્યાએ ન્યાયિક વ્યવસ્થા બળાત્કારીઓ અને હત્યારાઓને પકડવા પર ધ્યાન કેંદ્રિત કરશે. અમેરિકા 1971થી ડગ વિરૂદ્ધ જંગ લડતુ આવ્યુ છે. તેમ છત્તાં પણ તેના માટે ડગ સરળતાથી ઉપલબ્ધ છે જે તેનો ઉપયોગ કરવા ઇચ્છે છે. શાહરૂખ અને ગૌરી સાથે દુઆઓ છે અને તેમના માટે દિલ દુખે છે. આર્યન તે કંઇ પણ ખોટુ નથી કર્યુ, ન્યાય મળશે.

 

View this post on Instagram

 

A post shared by Somy Ali (@realsomyali)