સોમનાથમાં બનશે ભાજપાનું એવું કાર્યાલય કે દેશમાં આવું બીજે ક્યાંય જોવા નહિ મળે, 3D તસવીરો આવી સામે, તમે પણ જુઓ

સોમનાથની અંદર ભાજપનું એક આકર્ષક કાર્યાલય બનવા જઈ રહ્યું છે. આવું કાર્યાલય દેશભરમાં બીજે ક્યાંય જોવા નહીં મળે એ પ્રકારે તેને બનાવવામાં આવી રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે 9 ઓક્ટોબરના રોજ આ કાર્યાલયના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યાલયની 3ડી ઇમેજ પણ સામે આવી છે. જે જોતા જ તેના માટેનું આકર્ષણ વધી જાય તેવું છે. આ કાર્યાલયનો આકાર કમળ જેવો દેખાઈ રહ્યો છે. સોમનાથ જિલ્લાના આ કાર્યાલયનું નામ “સોમ કમલમ” રાખવામાં આવ્યું છે. જેનો આકાર કમળ જેવો હશે.

સોમનાથમાં બની રહેલું આ અત્યાધુનિક કાર્યાલય અંદાજે 7 થી 8 કરોડના ખર્ચે તૈયાર યશે. આ કાર્યાલયમાં પક્ષના જુદા જુદા હોદ્દેદારો માટેની આગવી ચેમ્બર ઉપરાંત ઓડિટોરિયમ હોલ, મિટિંગ રૂમ સહિતની આધુનિક સુવિધાઓ પણ જોવા મળશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રથમ પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલનું ભવ્‍ય સ્‍વાગત કરાયા બાદ મંત્રોચ્‍ચાર કરી તેમના હસ્‍તે ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી. બાદમાં સ્‍થાનિક જિલ્‍લા ભાજપના આગેવાનો-કાર્યકરો દ્રારા પ્રમુખ પાટીલનું હારતોરા મોમેન્‍ટો આપી સ્‍વાગત કરવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે ભાજપા પ્રમુખ 8 ઓક્ટોબરના શુક્રવારના રોજ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. જ્યાં શનિવાર્ણ રોજ સોમનાથ દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી, જેના બાદ તેઓએ સોમનાથ દાદાના મંદિરના શિખરે 11 સુવર્ણ જડિત શિખર પણ અર્પણ કર્યા હતા.

Niraj Patel