આ ભાઈએ અપનાવ્યો અનોખો જુગાડ અને બનાવી દીધી ટાટા નેનોને ઇલેક્ટ્રિક કાર, જુઓ તસવીરોમાં તેની કરામત

પેટ્રોલ ડીઝલનાભાવ વધારાને કારણે આજે આખો દેશ પરેશાન છે. ત્યારે હવે ઘણા લોકો ઇલેક્ટ્રિક કાર તરફ પણ વળ્યાં છે. પરંતુ ઇલેક્ટ્રિક કાર મોંઘી હોવાના કારણે ઘણા લોકો તેને ખરીદવામાં સક્ષમ પણ નથી બની રહ્યા, આવામાં હવે એક એવો જુગાડ સામે આવ્યો છે જે જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે, એક વ્યક્તિએ જુગાડ કરીને ટાટા નેનોને ઇલેક્ટ્રિક કાર બનાવી દીધી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને જોતા દુર્ગાપુરના એક વેપારીએ આ ભાવ વધારાથી બચવા માટે એક સસ્તો રસ્તો શોધી લીધો. વ્યવસ્યાએ ઇલેક્ટ્રિક કાર ડીલર માનોજીત મંડલ દ્વારા ચાલવા વાળી કાર બનાવવામાં આવી છે. તેમને નેનો કારને કસ્ટમાઈઝડ કરીને તેને સોલર પાવર્ડ કારમાં બદલી નાખી છે. મોનોજિતની આ શોધના કારણે સમગ્ર દુર્ગાપુરમાં હલચલ મચી ગઈ છે.

માનોજીતની આ શોધ સાધારણ હોવા છતાં પણ ખુબ જ અનોખી છે. કારની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા  બેટરી ચાર્જ થાય છે. કાર તે બેટરીના દમ ઉપર જ ચાલી રહી છે. સૂર્ય પ્રકાશથી ચાલનારી ટાટા નેનો કાર બનાવવાના પણ પર્યાપ્ત કારણો છે.

સૌથી એ છે કે ટાટા નેનો કાર નાની હોવાના કારણે તેનું વજન ઓછું હોય છે. જેના કારણે ગાડી ચલાવવા માટે ઓછા હોર્સ પાવરની જરૂર પડે છે. સ્વાભાવિક રૂપથી કાર એક નાના એવા ચાર્જના કારણે બહુ જ બધા રસ્તાને પાર કરવામાં સક્ષમ હશે. બીજું કે નેનો કારની અંદર પાંચ લોકો બેસવાની ક્ષમતા છે.જેના કારણે સૂર્ય પ્રકાશથી ચાલવા વાળી કારનો ઉપયોગ ફેમેલી ડ્રાઈવ માટે પણ કરી શકાય.

આ કારનો આવિષ્કાર કરરનાર મનોજીતનું કહેવું છે કે, “ઇંધણ તેલની કિંમત સતત વધી રહી છે. જેના કારણે સામાન્ય માણસનું ગાડી ચલાવવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. જેના કારણે તેમના મનમાં વૈકલ્પિક ઇંધણના રૂપમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો અને તેના કારણે જ તેમને આ કાર બનાવી. મીડિયા રિપોર્ટ અનુસાર એકવાર ફૂલ ચાર્જ થવા ઉપર તે 100થી 130 કિલોમીટર સુધી ચાલે છે.

વ્યવસાયે બિઝનેસમેન એવા માનોજીતનું કહેવું છે કે, “ઇલેક્ટ્રિક કારની માંગણી ધીમે ધીમે બધી જ તરફ વધી રહી છે. અહીંયા સુધી કે સૂર્ય પ્રકાશથી ચાલવા વાળી કાર પણ લોકો વચ્ચે બહુ જ જલ્દી લોકપ્રિય થઇ શકે છે. સૌર ઉર્જાથી ચાલવા વાળી આ કારનો ઉપયોગના કારણે ઇંધણ અને પ્રદુષણની બચત થશે. તે જ રીતે પર્યાવરણમાં પ્રદુષણ પણ ઓછું થશે. ગ્લોબલ વોર્મિંગથી છુટકારો મેળવવા માટે આ કાર નવી દિશા બતાવી શકે છે.”

Niraj Patel