ચાલુ કારમાં જ બોનેટ ઉપર આવી ગયો ઝેરીલો સાપ, જુઓ પછી શું થયું ? વીડિયો જોઈને તમે પણ હચમચી જશો

ગાડીની અંદરથી ઉંદર અને ગરોળી નીકળવાની ઘટનાઓ મોટા ભાગે બનતી હોય છે, ક્યારેક આપણે ગાડી લઈને નીકળ્યા હોઈએ ત્યારે રસ્તામાં કૂતરું, ગાય કે કોઈ પ્રાણી પણ આવી જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાડી ચલાવતા હોય અને કોઈ ઝેરીલો સાપ તમારી કારના બોનેટ ઉપર આવીને પડે તો શું થાય ?

આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કાર લઈને નીકળે છે અને તેના બોનેટ ઉપર ઝેરીલો સાપ આવીને પડે છે. આ જોઈને ગાડીમાં બેઠેલા લોકો પણ ગભરાઈ જાય છે.

આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કાર સ્પીડમાં દોડી રહી છે વાતાવરણ પણ ખુબ જ સરસ છે અને ગાડીમાં બેઠેલા વ્યક્તિઓ આ સુંદર મોસમ સાથે ડ્રાઈવની મજા પણ માણી રહ્યા છે, પરંતુ અચાનક જ તેમની આ મજામાં ખલેલ પહોંચાડવા માટે ક્યાંયથી એક સાપ આવીને કારના બોનેટ ઉપર પડે છે. તે કારનું વાઈપર પણ ચાલુ કરે છે પરંતુ સાપ દૂર નથી થતો. અને ગાડીની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરે છે.

ગાડી ચલાવનારા વ્યક્તિએ ખુબ જ સતર્કતાથી સાપના અંદર આવતા પહેલા જ ગાડીના કાચ ચઢાવી દીધા હતા જેના કારણે સાપ અંદર પ્રવેશી ના શક્યો. જેમ તેમ કરીને તે ગાડી ચલાવતા ચલાવતા આગળ નીકળ્યા અને જયારે તેમને રોડના કિનારે એક સિક્યોરિટી ગાર્ડને જોયો કે તરત જ તેમને ગાડી રોકી દીધી. અને સિક્યોરિટી ગાર્ડે તે સાપને પછી હટાવ્યો હતો.

આ વીડિયોને યાશર અલી નામના એક ટ્વિટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર થયા બાદ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 17 ફેબ્રુઆરીના રોજ શેર કરવામાં આવ્યો હતો જેને અતયાર સુધી હજારો લોકોએ જોયો છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને

Niraj Patel