છોકરીના કાનમાં ઘુસી ગયો સાપ, પછી થઇ મહિલાની એવી હાલત કે વીડિયો જોઈને તમે પણ ચીસ પાડી ઉઠશો, જુઓ

સાપનો ડર દરેક વ્યક્તિને લાગતો હોય છે. સાપ જોતા જ લોકો ચીસાચીસ કરી મુકતા હોય છે. ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓ સાપ અને અન્ય જીવોને જોઈને ખુબ જ ડરી જતી હોય છે. કારણ કે આવા ઝેરી જનાવર જયારે ડંખ મારે કે કરડે ત્યારે મોત પણ થઇ જતું હોય છે. જેના કારણે આવા ઝેરી પ્રાણીઓથી દૂર જ રહેવું યોગ્ય માનવામાં આવે છે. પરંતુ જો આવો કોઈ જીવ તમારા કાનમાં ઘુસી જાય તો ? તમે નાના કીડી મંકોડા અને કાન ખજૂરાને કાનમાં ઘૂસવાની ખબર તો સાંભળી જ હશે, પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક છોકરીના કાનમાં સાપ ઘુસી ગયો હતો.

આ વીડિયોમાં એક છોકરીના કાનમાં સાપ દેખાય છે. આટલું જ નહીં, તે કાનમાંથી માથું કાઢીને અને મોં ફાડતો પણ જોવા મળે છે. વીડિયોમાં છોકરી જે રીતે દર્દમાં છે, તે ખૂબ જ ડરામણું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરીના કાનમાં સાપ છે અને ડૉક્ટર તેને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીના કાનમાં એક નાનો સાપ ઘૂસી ગયો છે. જ્યારે છોકરીને હલનચલન લાગે છે, ત્યારે તે સમય બગાડ્યા વિના ડૉક્ટર પાસે સારવાર માટે જાય છે. આ દરમિયાન ડૉક્ટર સાપને કાઢવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં છોકરી પીડાથી ચીસો પાડતી પણ સાંભળી શકાય છે. સ્વાભાવિક છે કે જો સાપ કાનમાં જાય તો દર્દના કારણે સ્થિતિ બગડી શકે છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરીના કાનમાં સાપ ખૂબ જ ખતરનાક રીતે મોં ફાડતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ડૉક્ટર છોકરીને બેસાડે છે અને ધીમે ધીમે તેના કાનમાંથી સાપને બહાર કાઢે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડૉક્ટરે હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા છે અને નાના ટ્વીઝર વડે સાપને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel