પીઠી ચોળીને પોતાના રૂમમાં ગઈ દુલ્હન, અચાનક એવું બન્યું કે આજે ડોલીની જગ્યાએ ઉઠી અર્થી

ફૂલ જેવી દીકરી સાથે એવું થયું કે મળ્યું મૃત્યુ, આખો પરિવાર ધ્રુજી ઉઠ્યો

એવું કહેવાય છે કે કોનું મૃત્યુ ક્યારે છે એ કોઈ નથી જાણતું, કાળ કોઈને છોડતો નથી, આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ પણ સામે આવે છે જે આપણું હૃદય કંપાવી દે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં લગ્નની ખુશીમાં ખુશ દુલ્હન પીઠી ચોળી અને પોતાના રૂમની અંદર ગઈ અને અચાનક એવું બન્યું કે તેનું મોત થઇ ગયું.

23 વર્ષની પૂનમ કુમારીના લગ્ન આજે 16 જુલાઈના રોજ થવાના હતા. ઘરની અંદર લગ્નની તૈયારીઓ પણ ખુબ જ ધામધૂમથી ચાલી રહી હતી. બુધવારની રાત્રે પીઠીનો રિવાજ પણ ખુબ જ સારી રીતે કરવામાં આવ્યો. આખો પરિવાર દીકરીના લગ્નથી ખુબ જ ખુશ હતો. પરંતુ પીઠી ચોળીને જેવી જ પૂનમ પોતાના રૂમની અંદર ગઈ અને ત્યાં થોડીવાર બાદ તેને સાપ કરડ્યો અને પૂનમનું મોત થઇ ગયું.

પીઠી ચોળ્યા બાદ પૂનમ પોતાના રૂમની અંદર સુવા માટે ચાલી ગઈ. ત્યાં એક ઝેરીલો સાપ પહેલાથી જ છુપાઈને બેઠો હતો. આ સાપ જ પૂનમે ડંખ મારી ગયો અને પૂનમનું મોત થઇ ગયું. જે ઘરમાંથી દીકરીની ડોલી ઉઠાવવાની હતી તે ઘરમાંથી હવે પૂનમના પિતા સત્યેન્દ્ર પ્રસાદને પોતાની દીકરીની અર્થી ઉઠાવવી પડી.

સપના ડંખ માર્યા બાદ પૂનમે જોરથી ચીસ પાડી. પરિવારજનો તરત રૂમમાં પહોંચ્યા અને તેને તરત હોસ્પિટલ પણ લઇ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. જેના બાદ આખા પરિવારની ખુશીઓ માતમમાં પ્રસરી ગઈ.

આ ઘટના બની છે ઝારખંડના ધનબાગમાં આવેલા બરવાઅડ્ડાના કુલબેટા ગામની અંદર. પુનમના લગ્ન કોલકાતાના યુવક સાથે થવાના હતા. શુક્રવારના રોજ કોલકાતા સ્થિત વિરાટ લોજમાં પૂનમ લગ્નના બંધનમાં બંધાવવાની હતી, પરંતુ એ પહેલા જ સાપ કાળ બનીને આવ્યો અને તેને ભરખી ગયો.

Niraj Patel