દીવાલની પાછળ સંતાઈને બેઠો હતો ખતરનાક લાંબો સાપ, એક વ્યક્તિ હાથ નાખીને કાઢવા ગયો અને પછી થયું એવું કે.. જોઈને રૂંવાડા ઉભા થઇ જશે… જુઓ વીડિયો

દીવાલમાં છુપાયેલા સાપને હહથ પકડીને બહાર કાઢવા ગયો એક વ્યક્તિ, અંદરથી નીકળ્યો લાંબો લચક સાપ અને બહાર ઉભેલા એક વ્યક્તિનો જીવ તાળવે ચોંટી ગયો, જુઓ વીડિયો

Snake Viral Video : સાપની બીક દરેક વ્યક્તિને લાગે છે અને એટલે જ સાપને જોતા જ લોકો બુમાબુમ પણ કરી મુકતા હોય છે. સાપને જોઈને લોકો સૌથી પહેલા દૂર જ ભાગતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ  સાપના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સાપ દીવાલની પાછળ છુપાઈને બેઠો છે અને એક વ્યક્તિ પકડવા જતા જ તે સડસડાટ બહાર આવે છે.

દીવાલ પાછળ હતો સાપ :

કહેવાય છે કે ઓસ્ટ્રેલિયામાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ક્યારેક તેઓ સૂર્યસ્નાન કરતા જોવા મળશે તો ક્યારેક તેઓ ટોયલેટ સીટની અંદરથી બહાર આવશે. જેના કારણે ત્યાં પણ સાપના કારણે અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. આ દિવસોમાં ભારતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક દીવાલ પાછળ કેટલાય ફૂટ લાંબો સાપ છુપાયેલો હતો.

બહાર કાઢતા જ ભાગવા ગયો :

‘સ્નેક રેસ્ક્યુ ખરગોન’ દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. તેને અત્યાર સુધીમાં લખો લોકો જોઈ ચૂક્યા છે. 25 ઓગસ્ટના રોજ આ વીડિયોને પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિવાલની પાછળ કેટલાક ફૂટ લાંબો સાપ છે. ત્યાંથી તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક વ્યક્તિએ દિવાલમાં હાથ નાખતા જ અંદરથી સાપ બહાર આવ્યો. સાપને દૂર કરવા માટે તે જગ્યાએ થોડી ઈંટ પણ તોડી નાખવામાં આવી હતી. સાપને બહાર આવતો જોઈ નજીકમાં ઊભેલો યુવક ડરના માર્યા તરત જ ત્યાંથી ખસી ગયો. જોકે, સાપને પકડનાર તે દરમિયાન હસતો જોવા મળ્યો હતો.

લખો લોકોએ જોયો વીડિયો :

આ વીડિયોને ચાર લાખથી વધુ યૂઝર્સ તરફથી લાઈક્સ મળી છે તો 1700થી વધુ લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી છે. આ પેજ પર બીજા ઘણા સાપની તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. એક તસવીરમાં એક યુવક સાપને પાણી આપતો જોવા મળે છે. જ્યારે ઘણા વીડિયોમાં તે કિંગ કોબ્રાને પકડતો જોવા મળે છે. પેજ પર યુવકે પોતાનું નામ મનીષ મિશ્રા જણાવ્યું છે અને કહ્યું છે કે તે મધ્યપ્રદેશના ખરગોનનો રહેવાસી છે. તે વન્યજીવ પ્રાણીઓને પણ બચાવે છે.

Niraj Patel