આના જેવો ચતુર કાગડો આજ પહેલા તમે પણ ક્યારેય નહીં જોયો હોય, વીડિયો જોઈને આ કાગડાના તમે પણ ફેન બની જશો

આપણે નાના હતા ત્યારે ચતરૂ કાગડાની વાર્તા જરૂર સાંભળી હશે. જે કુંડામાં પથ્થર નાખીને પાણી ઉપર કાઢે છે, અને પોતાની તરસ છિપાવે છે, પરંતુ આપણે મોટા થયા બાદ આવા ચતુર કાગડા ફક્ત વાર્તાઓમાં જ હશે એવી આપણા મનમાં ધારણા આવી ગઈ, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ચતુર નહીં અતિ ચતુર કાગડો જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે આપણે નાના બાળકોને કેટલીક રમતો રમાડીએ છીએ, જેના દ્વારા તેમનો આઈક્યૂ લેવલ વધે. પરંતુ શું તમે ક્યારેય કોઈ પક્ષીને આવી ગેમ રમતા જોયા છે ? જો ના તો આ વીડિયો તમને પણ જરૂર હેરાન કરી દેશે. આ વીડિયોમાં જોવા મળી રહેલા કાગડાની સ્માર્ટનેસ ભલભલાને ફેલ કરી દે તેવી છે.

ઇન્ટરનેટ ઉપર આ કાગડાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે આખરે એક કાગડો કેવી રીતે આટલી સરળતાથી આ ગેમને પાર કરી રહ્યો છે ? આ કાગડાએ એટલી આસાની સાથે આ કોયડો સોલ્વ કરી દીધો જેને બાળકો આટલી સરળતાથી ના કરી શકે.

કાગડા દ્વારા ફટાફટ આ કોયડાને સોલ્વ કરતા લોકો પણ હેરાન રહી ગયા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાગડાની સામે કોઈ વ્યક્તિ અલગ અલગ શેપ વાળું બોક્સ રાખી દીધું છે અને આ શેપના ટુકડાઓને બહાર રાખી દીધા છે. ત્યાં હાજર કાગડો તેનો ઉપયોગ કરીને એક પછી એક ટુકડાને બોક્સમાં લાવીને નાખે છે. જેને જોઈને લોકો પણ કાગડાની આ સ્માર્ટનેસની પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel