ક્યૂટ લાગતી નાની અમથી રમકડાં જેવી ગાયને જોવા દૂર દૂરથી આવે છે લોકો, લાગે છે લાંબી લાઈન, ખાસિયત જાણીને તમે પણ દંગ રહી જશો

રમકડાં જેવી દેખાતી ગાય “રાની” છે માત્ર 51 CM ઊંચી અને 26 CM લાંબી, દૂર દૂર થી લોકો આવે છે જોવા, બની ગઈ છે સોશિયલ મીડિયા સ્ટાર, જુઓ તસવીરો

કેટલાક પ્રાણીઓ તેના રંગ રૂપના કારણે ઘણીવાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આવા પ્રાણીઓને જોવા માટે લોકો પણ ઉમટી પડતા હોય છે, તો સોશિયલ મીડિયામાં પણ આવા પ્રાણીઓના વીડિયો અને તસવીરો પણ ખુબ જ વાયરલ થતી હોય છે. ત્યારે હાલ એવી જ એક નાની અમથી ગાયની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને તેને જોવા માટે પણ હજારો લોકો ઉમટી રહ્યા છે.

ગાય આપણા હિન્દૂ ધર્મની અંદર ખુબ જ પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. ગાયને આપણા દેશની અંદર માતાનો દરજ્જો મળેલો છે. ત્યારે આજે અમે તમને એક એવી ગાય બતાવીશું જે જોવામાં ખુબ જ ક્યૂટ લાગે છે અને તેને જોતા જ પહેલી નજરે તે એક રમકડાં જેવી જ તમને દેખાશે, પરંતુ આ અસલ ગાય જ છે.

આ ગયા ભારતમાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં છે. જે હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની છે. માત્ર 51 સેન્ટિમીટર ઊંચાઈની આ ગાયને જોવા માટે બાંગ્લાદેશમાં હજારો લોકો રાજધાની ઢાકા પાસે આવેલા ગામની અંદર પહોંચી રહ્યા છે. લોકો દ્વારા લેવામાં આવી રહેલી સતત તસવીરોના કારણે તેને ઇન્ટરનેટ ઉપર પણ સનસની મચાવી દીધી છે.

જાણકારી પ્રમાણે બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ચરીગ્રામનામની જગ્યા ઉપર લોકોના ટોળા એક ગાયને જોવા માટે પહોંચી રહ્યા છે. આ ગાયનું નામ “રાણી” છે. 23 મહિનાની આ બટકી ગાય હવે મીડિયા સ્ટાર બની ગઈ છે. મોટી સંખ્યામાં સંચાર પત્રો અને મીડિયા તેને બતાવી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રાનીની લંબાઈ 66 સેન્ટિમીટર છે અને તેનું વજન પણ માત્ર 26 કિલો આસપાસ છે. રાની ગાયના માલિકનો દાવો છે કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જે સૌથી નાની ગાયનો રેકોર્ડ નોંધાયેલો છે તેનાથી પણ રાની 10 સેન્ટિમીટર નાની છે. આ ગાયના માલિકે મીડિયાને જણાવ્યું છે કે છેલ્લા 3-4 દિવસમાં રાનીને જોવા માટે હજારો લોકો આવી ગયા છે.

રાની ભૂટાની પ્રજાતિની ગયા છે. રાનીની પ્રજાતિની બીજી ગાય તેનાથી બમણા આકારની છે. અત્યાર સુધી દુનિયાની સૌથી નાની ગાય ભારતના કેરલમાંથી મળી હતી. કેરળના કોઝિકોડમાં આવેલા અથોલીમાં દુનિયાની સૌથી નાની ગાય મળી આવી હતી.

Niraj Patel