નાના એવા ઉંદરે ખતરનાક સાપના હાલ કર્યા બેહાલ, પોતાના નાના નાના દાંતથી સાપને કરી નાખ્યો લોહીલુહાણ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા એવા એવા વીડિયો પણ વાયરલ થતા હોય છે જે જોનારના હોશ પણ ઉડાવી દેતા હોય છે. ખાસ કરીને પ્રાણીઓના વીડિયોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે અને તેમાં પણ સાપના વીડિયો જોવાનું લોકોને ખુબ ગમે છે.

તમે સોશિયલ મીડિયાના વીડિયોમાં કે ક્યારેક રિયલમાં સાપ અને નોળીયાની લડાઈ જોઈ હશે, પરંતુ ક્યારેય સાપ અને ઉંદરની લડાઈ જોઈ છે ? મોટાભાગે આપણે બધા જ જાણીએ છીએ કે સાપ ઉંદરને ગળી જતો હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં સાપ પર ઉંદર ભારે પડે છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાપ તેની ફેણ ફેલાવી રહ્યો છે અને ઉંદરને ડરાવે છે. જ્યારે ઉંદર બહાદુરીથી તેનો સામનો કરે છે. તે ખૂબ જ ઉત્સાહથી કૂદીને સાપ પર ઘણી વખત હુમલો કરે છે. આ ઉપરાંત તે સાપની ગરદન પકડીને તેને કરડતો જોવા મળે છે. અંતે તમે જોઈ શકો છો કે ઉંદરના હુમલાથી સાપ પરાસ્ત થઈ જાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર રસાલ_વિપર નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saurabh Jadhav 2110 (@rasal_viper)

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે સાપ મિનિટોમાં ઉંદરોનો શિકાર કરે છે. ઉંદર એ સાપનો સૌથી સરળ શિકાર છે. પરંતુ જો ઉંદર સાપ સાથે લડતો જોવા મળે અને અંતે સાપની હાલત બગાડે તો બધાને નવાઈ લાગશે. આ વીડિયોમાં ઉંદર પણ બહાદુરીથી લડતો જોવા મળી રહ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે ઉંદર પુરી હિંમત સાથે સાપ સાથે લડે છે અને તેને હરાવી પણ દે છે.

Niraj Patel