12 વર્ષથી દિવસમાં માત્ર 30 મિનિટ ઉંઘે છે આ વ્યક્તિ, મિડિયા હેરાન, દુનિયા પરેશાન

આ વ્યક્તિની ઉંઘ જોઈને લોકોએ કહ્યું, આ માણસ છે કે મશીન

દરેક વ્યક્તિને ઉંઘવુ ખૂબ જ ગમે છે. તો બીજી તરફ ડોકટરો પણ એ જ સલાહ આપે છે કે 8 કલાકની ઉંઘ તમામ મનુષ્યો માટે જરૂરી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ દિવસમાં માત્ર 30 મિનિટ ઉંઘ લે તો શું થાય? તે પણ 1 કે 2 વર્ષ માટે નહીં, પરંતુ 12 વર્ષથી આ વ્યક્તિ દિવસમાં માત્ર 30 મિનિટની ઉંઘ લે છે. આશ્ચર્ય થયું ને! આ સમાચાર એકદમ સાચા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. 30 મિનિટ ઉંઘવાથી આ વ્યક્તિને ન તો કોઈ સમસ્યા થઈ છે અને ન તો કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો છે.

એક અહેવાલ મુજબ, જાપાનના રહેવાસી ડાયસુકે હોરી 12 વર્ષથી દિવસમાં માત્ર 30 મિનિટ ઉંઘે છે. હાલમાં તે 36 વર્ષનો છે. ડાયસુકેના મતે, તેમણે ઉંઘને સંપૂર્ણપણે કાબુમાં કરી લીધી છે. તેઓ કહે છે કે હું દિવસમાં માત્ર 30 મિનિટ ઉંઘું છું. મને તેની સાથે કોઈ સમસ્યા કે તકલીફ નથી. ડાઇસુકે હોરી(Daisuke Hori) 12 વર્ષથી પોતાને ઓછો સમય ઉંઘવાની તાલીમ આપી રહ્યા છે. તેઓ જાપાન શોર્ટ સ્લીપ એસોસિએશનના ચેરમેન છે. ડાયસુકે પોતે તો ઓછું ઉંઘે જ છે, પણ અન્ય લોકોને પણ ઓછી ઉંઘવાની તાલીમ આપે છે.

મીડિયા હેરાન, વિશ્વ પરેશાન : જ્યારે ડાયસુકે મીડિયાને આ વાત કરી ત્યારે કોઈએ તેમની વાત પર ભરોશો કર્યો નહીં, લાગ્યું કે તે કેવી રીતે બની શકે. એ શક્ય જ નથી. જો આપણે રાત્રે ઓછું ઉંઘીએ છીએ, તો આપણે બીજા દિવસે વહેલા ઉંઘી જઈએ છીએ, પરંતુ જાપાનના ડાયસુકેની વાર્તા અલગ છે.

ડાયસુકના સમાચાર દુનિયા સમક્ષ લાવવા માટે, એક સ્થાનિક ચેનલે ડાયસુક સાથે 3 દિવસ વિતાવ્યા અને જાણવા મળ્યું કે ડાયસુક સત્ય બોલી રહ્યો છે. આ અંગે માહિતી આપતા ચેનલે કહ્યું કે ડાયસુકની જેમ તેના મિત્રોને પણ ઓછી ઉંઘ આવે છે. આ સમગ્ર બાબત પર ડાયસુકે કહ્યું કે તે ઓછી ઉંઘ માટે કોફીનો ઉપયોગ કરે છે.

Patel Meet