આ બાબાએ પોતાના મંદિરના કારણે 6 ફૂટ ઊંડો ખાડો કરીને લઇ લીધી સમાધિ, પોલીસને જાણ થતા જ થઇ ગઈ દોડતી, જાણો સમગ્ર મામલો

બાબાએ 48 કલાક સુધી લઇ લીધી સમાધિ, પોલીસ અને પ્રસાશન પણ થઇ ગયું દોડતું, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો…

આપણો દેશ એક ધાર્મિક દેશ છે, અને મોટી સંખ્યામાં લોકો ધર્મ સાથે સંકળાયેલા છે. ત્યારે ઘણીવાર ધર્મને લઈને પણ કેટલાક વિવાદો થતા જોવા મળે છે. ઘણીવાર પ્રસાશન દ્વારા દબાણ અને ગેરકાયદેસર સંપત્તિ હટાવવાના ચક્કરમાં મંદિરો પણ હટાવવા આવે છે અને ત્યારે ઘણો વિરોધ પણ થતો હોય છે.

ત્યારે હાલ મધ્યપ્રદેશના છત્તરપૂરમાંથી એક એવો જ મામલો સામે આવ્યો છે, જ્યાં એક બાબાએ સમાધિ લઇ લીધી. શહેરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના ગૌરૈયા ગામમાં એક બાબાએ 48 કલાક સુધી સમાધિ લીધી હતી. માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસન સક્રિય થઈ ગયું હતું. સિવિલ પોલીસ સ્ટેશન અને તલાટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ બાબા નારાયણ દાસ કુશવાહાએ મંગળવારે સવારે 1.40 વાગ્યે સિદ્ધ બાબા મંદિર પાસે સમાધિ લીધી હતી. બાબા બે વખત સમાધિ લઈ ચૂક્યા છે. પોલીસ-પ્રશાસને પંચનામુ કરીને બાબાને સમાધિમાંથી બહાર કાઢ્યા છે. નવરાત્રિના દિવસોમાં લોકો ઘણીવાર અલગ-અલગ રીતે પૂજા કરે છે. પરંતુ છતરપુર નજીક આવેલા ગામ ગૌરૈયામાં મંદિરના પૂજારીએ 48 કલાક માટે પોતાને સમાધિમાં લઇ લીધી હતી.

આ સમાધિ લગભગ છ ફૂટ ઊંડી જમીનમાં ખોદવામાં આવી હતી. પૂજારી અંદર ગયા પછી આ ખાડો સંપૂર્ણપણે ઢંકાયેલો હતો અને માટીથી બંધ હતો. પૂજારીએ કહ્યું, 48 કલાક પછી જ્યારે હું અંદરથી ફોન કરીશ તો મને રામ નવમીના દિવસે બપોરે બહાર લઈ કાઢવામાં આવે. ગામના સિદ્ધ બાબા મંદિરના 60 વર્ષીય પૂજારી નારાયણ દાસ કુશવાહા જે ગૌરૈયા ગામમાં સિદ્ધ બાબા મંદિરમાં રહે છે અને ત્યાં પૂજા કરે છે.

આ પહેલા તેઓ ત્રણ વખત આ પ્રકારની સમાધિ લઈ ચૂક્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ પહેલા પણ ઘણી વખત સમાધિ લઈ ચૂક્યા છે અને હનુમાનજીએ તેમને આશીર્વાદ આપ્યા છે.  પોલીસ દ્વારા હવે તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે બાબાએ થોડી જમીનની માંગણી માટે સમાધિ લીધી હતી. હાલમાં બાબા સાથે વહીવટીતંત્રની વાતચીત બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

Niraj Patel