રક્ષાબંધનના દિવસે જ એકના એક ભાઇએ ગુમાવી બહેન, રાખડી બાંધતા બાંધતા જ થયુ મોત…ભાઇ આઘાતમાં

રક્ષાબંધન પર આવું કોઇની સાથે ના થાય: રાખડી બાંધતા બાંધતા એકની એક બહેનની થઇ ગઇ મોત…આઘાતને કારણે બિચારો ભાઈ….

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મોતના એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જે સાંભળીને આપણે પણ વિશ્વાસ નથી કરતા. ત્યારે જો કોઇનું મોત તહેવારના દિવસે થાય તો તે જીંદગી ભરનું ગમ આપતુ જાય છે અને દર વર્ષે એ તહેવાર આવે ત્યારે એ વ્યક્તિની યાદ પણ વધારે આવતી હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જેણે ચકચાર જગાવી દીધી. રક્ષાબંધનના દિવસે 15 વર્ષની બહેન તેના 11 વર્ષના ભાઈને રાખડી બાંધી રહી હતી

ત્યારે અચાનક તેનો શ્વાસ અટકી ગયો, શરીર નબળું પડી ગયું અને તે નીચે પડી ગઇ. જે ભાઈ રાખડી બંધાવા જઈ રહ્યો હતો તેને એટલો આઘાત લાગ્યો કે તેણે પોતાને રૂમમાં કેદ કરી લીધો. આ ઘટના જયપુરના સોડાલા વિસ્તારની છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. જયપુરના સોડાલા વિસ્તારમાં આવેલા ગાયત્રી નગરમાં રહેતા વિજેન્દર શર્માની 15 વર્ષની એકમાત્ર પુત્રી અનુષ્કા તેના દસ વર્ષના ભાઇને રાખડી બાંધી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. બાજુના રૂમમાં પિતા બેઠા હતા. માતા પણ નજીકના રૂમમાં પોતાનું કામ કરી રહી હતી. ત્યારે અચાનક ભાઇએ જોરથી બૂમ પાડી અને રડવા લાગ્યો. તેના મોઢામાંથી શબ્દો પણ નીકળી શકતા નહોતા. ત્યારબાદ જ્યારે નીચે પડવાનો અવાજ આવ્યો ત્યારે પિતા રૂમમાંથી બહાર આવ્યા અને અનુષ્કાને નીચે પર પડેલી જોઈિ ભાઇએ તેના પિતાને કહ્યું કે દીદી જ્યારે નીચે પડી ત્યારે તે રાખડી બાંધવાની હતી.

પ્રતિકાત્મક તસવીર

પિતા વિજેન્દ્ર તરત જ તેની પુત્રી સાથે નજીકની ESI હોસ્પિટલમાં પહોંચ્યો. ત્યાંથી પુત્રીને એસએમએસ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ અનુષ્કાને મૃત જાહેર કરી હતી. વિજેન્દર પોતે ESI હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ છે. વિજેન્દ્રએ જણાવ્યું કે દીકરીએ દસમામાં ટોપ રેન્ક મેળવ્યો હતો. તેને સ્કૂટર અપાવ્યું હતુ.

પ્રતિકાત્મક તસવીર

તે એકની એક હતી અને એ માટે તેની દરેક માંગ પણ પૂરી કરવામાં આવતી. તે શિસ્તબદ્ધ અને તેજસ્વી હતી, પણ હવે જીવનભરનું દુ:ખ આપી તે જતી રહી. બીજી તરફ બહેનના મોત બાદ ભાઇ ભારે આઘાતમાં છે. તેણે કેટલાક કલાકો સુધી પોતાને રૂમમાં બંધ કરી દીધો. તે બીમાર થઈ ગયો છે.

Shah Jina