કલોલમાં પરિણિત યુવતી સગા ભાઈના ઘરમાંથી અધધધધ લાખ રૂપિયાના દાગીના ચોરી પ્રેમી સાથે ભાગી ગઈ, બહુ હોશિયાર હતી, સમગ્ર મામલો જાણીને હોશ ઉડી જશે

Sister stole from brother’s house : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટફાટના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, ઘણીવાર તો આવા મામલામાં કોઈ ઘરની અંદરનું જ કે કોઈ જાણભેદુ વ્યક્તિ જ હોવાનું સામે આવતું હોય છે. પરંતુ હાલ કલોલમાંથી જે મામલો સામે આવ્યો છે તેને જોઈને તો તમે પણ હેરાન રહી જશો. જેમાં એક બહેને પોતાના જ ભાઈના ઘરમાં ચોરી કરી અને પછી પતિને છોડીને પ્રેમી સાથે ભાગી પણ ગઈ. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ઇન્ડિયન ફોર્સમાં રાજસ્થાનના સુરતગઢમાં ફરજ બજાવી રહેલા હિરેન પરમારની 30 વર્ષીય બહેન જયશ્રીના લગ્ન અમદાવાદના રાણીપમાં રહેતા યશરાજ મૌર્ય નામના યુવક સાથે થયા હતા. હિરેન જયારે ડ્યુટી પર હતા ત્યારે તેમના પર તેમના જીજાજી યશરાજનો ફોન આવ્યો અને જણાવ્યું કે તેમની બહેન તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને તેને બધી જ જગ્યાએ શોધવા છતાં તેનો કોઈ પત્તો પણ લાગ્યો નથી.

ત્યારે હિરેનભાઈ પણ સુરતગઢથી કલોલ આવા માટે નીકળી ગયા. જયશ્રીના પ્રેમીની ઓળખ જુના વાડજ વિસ્તારમાં રહેતા દિનેશ પરમાર તરીકે થઇ હતી. હિરેનભાઈ જયારે કલોલ આવી રહ્યા હતા ત્યારે જ તેમના પર તેમની બહેનના પ્રેમી દિનેશનો ફોન આવ્યો. જેમાં તેને જણાવ્યું કે તેમની બહેન હાલ તેની પાસે છે. આ સાથે જ તેને એમ પણ જણાવ્યું કે જયશ્રીએ ઘરમાંથી કેટલાક સોના ચાંદીના દાગીના પણ લીધા છે અને તેને ગીરવે મુક્યા છે.

દિનેશે ફોન પર જ જણાવ્યું કે તેને આ દાગીના ગીરવે મૂકીને વ્યાજે પૈસા લીધા હતા તે પણ વાપરી નાખ્યા છે. જેના બાદ તેને ફોન કટ કરી દીધો. જયારે હિરેનભાઈ કલોલ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમના દાદીને તેમને જયશ્રી આવી હોવાનું પૂછ્યું. ત્યારે દાદીએ જણાવ્યું કે 3 એપ્રિલના રોજ જયશ્રી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે રિક્ષાએમ ઘરે આવી હતી અને માળિયામાં કંઈક શોધતી હતી.

દાદીએ એમ પણ જણાવ્યું કે જયશ્રી છેલ્લા 6 મહિનાથી આ રીતે ઘરે આવીને માળિયામાં કંઈક શોધતી હતી. ત્યારે હિરેને તપાસ કરતા માળિયામાં મુકેલી લોખંડની પેટીમાંથી અંદાજે 16 લાખ રૂપિયાના ઘરેણા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.જયશ્રીના પતિ અને ભાઈએ તેને શોધવાનો પ્રયત્ન કરતા તે ક્યાંય ના મળી આને આખરે તે પોલીસ સ્ટેશનમાં પોતાના પ્રેમી સાથે હાજર થઇ હતી.

જયશ્રીના પતિએ તેના ગુમ થવાની ફરિયાદ રાણીપ પોલીસ ચોકીમાં પહેલાથી જ નોંધાવી હતી. જયશ્રીએ પોલીસ સમક્ષ હાજર થઈને કબુલ્યું કે તેના પ્રેમીને પૈસાની જરૂર હોવાના કારણે તેને 6 મહિનામાં ઘરમાંથી દાગીના ચોરી કરીને તેના પ્રેમી દિનેશને આપ્યા હતા. ત્યારે આ મામલે હવે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel