7 વર્ષ પહેલા પતિથી અલગ થયા બાદ મહિલાએ કર્યો માતા બનવાનો નિર્ણય, કોઈ પુરુષના સંપર્ક વિના આ રીતે આપ્યો દીકરાને જન્મ, પ્રેરણાત્મક કહાની

સ્પર્મ ડોનેશનથી બની માતા: પતિથી અલગ થયા બાદ મહિલા બનવા માંગતી હતી માતા, કોઈ પુરુષના સંપર્ક વિના આ રીતે આપ્યો દીકરાને જન્મ

દરેક સ્ત્રી માટે માતા બનવાની ખુશી સૌથી ખાસ હોય છે, પરંતુ ઘણીવાર કેટલાક કારણો સર ઘણી સ્ત્રીઓ આ ખુશીને મેળવી નથી શકતી. પરંતુ આજે ટેક્નોલોજી એટલી હદ સુધી આગળ વધી ગઈ છે કે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધો બાંધ્યા વિના પણ ઘણી સ્ત્રીઓ માતા બને છે. વળી ઘણી સ્ત્રીઓ તો બાળક પ્રેમના કારણે સિંગલ મધર બનવાનું પણ પસંદ કરતી હોય છે. (તમામ તસવીરો/આજતક)

આવી જ એક માતાની કહાની હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે હાલમાં જ સ્પર્મ ડોનેશનના કારણે માતા બની છે. આ મહિલા ભોપાલમાં રહે છે અને તેનું નામ સંયુક્તા બેનર્જી છે. સંયુક્તાના લગ્ન વર્ષ 2008માં થયા હતા. પરંતુ લગ્ન બાદ તે તેના પતિથી અલગ થઇ ગઈ હતી.

પતિથી અલગ થયા બાદ સંયુક્તાએ સિંગલ મધર બનવાનું વિચાર્યું, અને તેના માટે તેને એક બાળક દત્તક પણ લેવાનું વિચાર્યું હતું. પરંતુ આખરે તે સ્પર્મ ડોનેશનના કારણે માતા બની ગઈ. 37 વર્ષની સંયુક્તા બેનર્જીની કહાની પણ ખુબ જ રોચક છે. તે દરેક ચેલેન્જ સામે એક દીવાલ બનીને ઉભી રહી.

પરિવાર અને મિત્રોના ભાવનાત્મક સપોર્ટના કારણે તેને ના ફક્ત સમાજની માન્યતાઓને તોડી પરંતુ એ છોકરીઓ માટે પણ એક પ્રેરણા બની ગઈ જે બાળકની ઈચ્છા રાખે છે અને સિંગલ માતા બનવાથી ડરતી હોય છે.પરંતુ સંયુક્તાએ સ્પર્મ ડોનેશન દ્વારા સિંગલ મધર બનીને બતાવ્યું અને હાલમાં જ તેને એક દીકરાને પણ જન્મ આપ્યો.

મીડિયા સાથે વાત કરતા સંયુક્તાએ જણાવ્યું કે “મારા લગ્ન 20 એપ્રિલ 2008માં થયા હતા, પરંતુ કેટલાક કારણોના લીધે અમે 2014માં અલગ થઇ ગયા અને 2017માં અમારા છૂટાછેડા થઇ ગયા. પછી મેં નવી રીતે જિંદગી જીવવાની શરૂ કરી અને બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો, પરંતુ મને નિરાશા જ હાથ લાગી.

આ દરમિયાન સંયુક્તાને માલુમ પડ્યું કે સિંગલ મધર પણ બની શકાય છે, જો કોઈ પાર્ટનર ના હોય તો કોઈ ફર્ટિલિટી પ્રોસેસની મદદ લઇ શકાય છે. ઘણું જ વિચાર્યા પછી તેને નક્કી કર્યું કે ડોનર દ્વારા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા પ્રયત્ન કરશે. જેને ICI એટલે કે ntra cervical insemination કહેવામા આવે છે. આ નિર્ણય પણ તેના માટે સરળ નહોતો.

પરંતુ જો તે કોઈ બાળક દત્તક લેતી તો પણ સિંગલ મધર જ બનવાની હતી અને બાળકના પિતાનું નામ ના મળતું માટે આ બહુ જ મુશ્કેલીભર્યો નિર્ણય નહોતો. સંયુક્તા કહે છે કે, “જયારે તમારી પાસે ફેમેલી અને ફ્રેન્ડ્સનો સારો સપોર્ટ સિસ્ટમ હોય તો આવા નિર્ણય લેવામાં સરળતા રહે છે, અને તમારી કોખમાં 8-9 મહિના પાળ્યા બાદ એક નાના જીવના જન્મ લેવા અને તેને પોતાની બાહોમાં ભરવાથી વધારે ભાવુક બીજું કઈ હોઈ જ ના શકે.”

સંયુક્તા આગળ જણાવે છે કે “સિંગલ મોમ બનીને મેં કોઈ જંગ નથી જીતી, જંગ તો હવે શરૂ થઇ છે. દરેક પસાર થતા દિવસ અને વર્ષની સાથે આ જંગ હજુ મોટી થતી જશે, હું કેવી માતા બની શકીશ એ કહેવું હમણાં ઉતાવળ ગણાશે. પરંતુ એ નક્કી છે કે હિંમત નહિ હારું.”

Niraj Patel