‘મેરા ભોલા હે ભંડારી’ના સિંગર હંસરાજ રઘુવંશીએ કરી ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઇ, ખૂબસુરત ગાઉન પહેરેલી મંગેતરના લોકોએ કર્યા વખાણ

‘મેરા ભોલા હે ભંડારી’નો સિંગર બંધાયો સગાઇના બંધનમાં, ગર્લફ્રેન્ડે સાથે કરી સગાઇ- જુઓ તસવીરો

મશહૂર ભજન ગાયક હંસરાજ રઘુવંશીનું ગીત ‘મેરા ભોલા હે ભંડારી’ તો તમે સાંભળ્યુ હશે. આ ભક્તિ ગીતે તેને રાતોરાત પોપ્યુલર કરી દીધો હતો. ગાયકની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને તેvr પ્રોફેશનલ લાઈફ શાનદાર ચાલી રહી છે.ચાહકો તેમને ‘બાબાજી’ના નામથી પણ ઓળખે છે. આ દિવસોમાં હંસરાજ તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફના સારા તબક્કામાં છે. ત્યારે હાલમાં તેના અંગત જીવનને લઇને એક ખુશખબરી સામે આવી છે.

તાજેતરમાં જ હંસરાજે તેની ગર્લફ્રેન્ડ કોમલ સકલાની સાથે સગાઈ કરી છે. હંસરાજ રઘુવંશીએ 25 માર્ચ 2023ના રોજ કોમલ સાથે સગાઈની જાહેરાત કરી હતી અને ઇન્સ્ટા હેન્ડલ પરથી સંયુક્ત પોસ્ટમાં તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. શેર કરેલી તસવીરોમાં બંને તેમની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળે છે. આ તસવીરો શેર કરતા કપલે કેપ્શનમાં લખ્યું, “આખરે અમે સગાઈ કરી લીધી.” સિંગર હંસરાજ રઘુવંશીએ તેની સગાઈ માટે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ સાથે બ્લેક કોટ પહેર્યો હતો,

જેના પર ફ્લોરલ પ્રિન્ટ હતી. જે ​​તેને રોયલ લુક આપી રહ્યો હતો. જ્યારે કોમલે તેની સગાઈમાં ગાઉન પહેર્યું હતું. ગાઉનની સ્લીવ્ઝ ખાસ બનાવી રહી હતી. કોમલે મિનિમલ મેક-અપ સાથે તેના લુકને કંપલીટ કર્યો હતો. કોમલના લવંડર ગાઉન પર 3-ડી એમ્બ્રોઇડરી અને બીડ્સ કરવામાં આવ્યા હતા અને સ્લીવ્ઝ પર ફેધર ડિટેલ આપવામાં આવી હતી, જે તેની સ્લીવ્સને ખાસ બનાવી રહી હતી. સ્કર્ટના ભાગમાં મેચિંગ ઇનર સાથે એકદમ ફેબ્રિક હતું. ગાઉનનો ઘેરાવો તેને રાજકુમારી જેવો લુક આપી રહ્યો હતો.

કોમલે સગાઈ માટે હીરાની બુટ્ટી સાથે મેચિંગ નેકલેસ પહેર્યો હતો. જણાવી દઈએ કે હંસરાજ રઘુવંશી અને કોમલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને ઘણીવાર તેઓ એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ જોવા મળ્યા છે. યુટ્યુબ પર હંસરાજની પોતાની ચેનલ છે, જેના 10 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સ પણ છે. જેના પરથી ગાયકની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by KOMAL SAKLANI (@komal_saklani)

Shah Jina