સિંધુભવન રોડ પર કાયદાના લીરેલીરા ઉડાવતા નબીરાઓની પોલીસે હવા કાઢી નાખી, કાન પકડીને ઉઠક બેઠક કરાવી

દિવાળીનો ઉત્સવ આખા દેશની અંદર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ગુજરાતમાં પણ આ તહેવાર ખુબ જ રંગેચંગે ઉજવવામાં આવે છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી ફટાકડાની મજા માણતા હોય છે. પરંતુ કેટલાક એવા પણ હોય છે જે આ ફટાકડા સાથે એવી મસ્તીઓ કરતા હોય છે જેના કારણે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે.

આવો જ નજારો અમદાવાદના પૉશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે દિવાળીની રાત્રે ભરચક એવા સિંધુ ભવન રોડ ઉપર કેટલાક નબીરાઓ જાહેર રસ્તા પર જ ગાડીની અંદર અને બોનેટ ઉપર બેસીને આખો રસ્તો બ્લોક કરી ફટાકડા ફોડી રહ્યા હતા.

આ લોકોને બેફામ રિઓતે ફટાકડા ફોડતા જોઈને લોકોનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકારોમાં જ કાર્યવાહી હાથ ધરી અને 9 જેટલા નબીરાઓને ઝડપી પાડ્યા હતા અને તેમને પાઠ ભણાવ્યો હતો.

પોલીસે તેમના વિરુદ્ધ જાહેરમાં ફટાકડા ફોડીને લોકોના જીવ જોખમમાં મુકવા બદલ કલમ 308 ઉંમરે અને તે આરોપીઓએ જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું. સાથે જ ત્યાં તેમને ઉઠક બેઠક પણ કરાવી હતી. ટ્રાફિકથી ધમધમતા સિંધુ ભવન રોડ ઉપર આ નબીરાઓ સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. દિવાળીની રાત્રે જ તેમને કારની બોનેટ ઉપર બેસીને એવી આતીશબાજી કરી કે રસ્તે પ્રસાર થતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા અને લોકો પણ રીતસરના ડરી ગયા હતા.

આ નબીરાઓને જાણે કાયદાનો કોઈ ડરના હોય તેમ રસ્તો બંધ કરીને રસ્તાની વચ્ચે તથા ડિવાઈડર પર ફટાકડા ફોડ્યા હતા. હાલ સમગ્ર મામલે સરખેજ પોલીસે IPC 283, 188, 135, 286 અને 279 આ ઉપરાંત જાહેરમાં ફટાકડા ફોડવાથી લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે તેની જાણ હોવા છતાં પણ આ કૃત્ય કરવા બદલ પોલીસે જાહેરનામા ભંગ સિવાય કલમ 308 પણ ઉમેરી છે.

Niraj Patel