જતા જતા 5 વસ્તુઓ શીખવાડી ગયા સિદ્ધાર્થ શુક્લા, ભૂલથી પણ ન કરો આ ભૂલ

સિદ્ધાર્થની મોત બાદ આ 5 વસ્તુઓ ધ્યાનમાં લો, ના કરો આવી કોઇ પણ ભૂલ

2 સપ્ટેમ્બરના રોજ ટીવી ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા અને બિગબોસ-13 વિનર સિદ્ધાર્થ શુક્લાની મોત થઇ ગઇ છે. તેમના શુક્રવારના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેઓ પંચતત્ત્વમાં વિલીન થઇ ચૂક્યા છે. હવે સિદ્ધાર્થ શુક્લા આપણી વચ્ચે રહ્યા નથી. પરિવાર સહિત ચાહકો અને ઇન્ડસ્ટ્રીમાં પણ સિદ્ધાર્થના નિધનથી શોકની લહેર છવાઇ ગઇ છે.

સિદ્ધાર્થ ફિટનેસ ફ્રીક હતા ને તેઓ રૂટીનથી તેમના દિવસનો કેટલોક સમય જીમમાં વીતાવતા હતા. આ કારણ હતુ કે હાર્ટ એટેકથી તેમનું જવુ બધા માટે શોક હતુ. સિદ્ધાર્થ હવે તો પાછા આવવાના નથી પરંતુ આપણને કેટલીક વસ્તુ શીખવા મળે છે, જેને તમે જીવનમાં લાગૂ કરી શકો છો.

1.જીવનમાં ઘણીવાર કેટલીક વસ્તુઓને એટલી ગંભીરતાથી લઇ લો છો કે પોતાને સમય આપવાનું ભૂલી જાઓ છો. એ સમજવુ જરૂરી છે કે કામ અને મહત્વકાંક્ષાઓ પર જોર આપવા સાથે સાથે પોતાને સમય આપવો અને આરામ કરવુ પણ જરૂરી છે. આરામ માત્ર શરીરને નહિ પણ મનને પણ રિલેક્સ કરે છે.

2.આજના સમયમાં કોઇને તણાવ ન હોય એવું ઘણુ મુશ્કેલ હોય છે. ભાગદોડ ભરેલ જીવનમાં કેટલીક વસ્તુઓ, ઓફિસ અને પ્રાઇવેટ જીવન કે સપનાને પીરા કરવાની ચાહત વચ્ચે કેટલીક વાર તણાવનુ સ્તર કયારે વધી જાય તે આપણને ખબર પડતી નથી. આવી સ્થિતિમાં આપણે તણાવમુક્ત રહેવા માટે યોગ, ધ્યાન કે જયાં શાંતિ મળે તેવી જગ્યાએ સમય વીતાવવો જોઇએ. આ ઉપરાંત સ્થિતિ બગડવા પર તરત મનોચિકિત્સકથી મળવુ જોઇએ.

3.સિદ્ધાર્થ શુક્લાની મોતથી જે વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઇએ તે છે સ્મોકિંગ. કોઇએ પણ સ્મોકિંગ કરવી જોઇએ નહિ. ભલે તમને લાગે કે હાલ તો કોઇ નુકશાન નથી થઇ રહ્યુુ પરંતુ કોઇના કોઇ રીતે તે તમાર શરીરને નુકશાન પહોંચાડે છે.

4.શરીરમાં ઘણીવાર નાની તકલીફ થતી રહે છે. જેને આપણે નજરઅંદાજ ન કરવી. આ તકલીફો એવી હોય છે કે કદાચ આપણે નોટિસ કરતા નથી. આ માટે રૂટિન હેલ્થ ચેકઅપ કરાવો અને જો કોઇ સમસ્યા નજર આવે છે તો તેની ટ્રીટમેન્ટ કરાવો.

5.જો તમારા માતા-પિતાને અને તેમના પહેલા પુરખોને કોઇ ખાસ સમસ્યા રહી છે તો તમે તે વિશે આશ્વાસ્ત થઇ જાઓ કે તે સમસ્યા વંશાનુગત તો નથી ને, કેટલીક બીમારીઓ વંશાનુગત હોય છે અને તે શરીરમાં મોડા-વહેલા પ્રકટ થઇ જાય છએ આ માટે પહેલાથી જ તૈયાર રહો અને પ્રિકોશન્સ લો.

Shah Jina