કરોડો દિલ તોડી ગયા સિદ્ધાર્થ: રાત્રે સૂતા પહેલા સિદ્ધાર્થ શુક્લાએ ખાઇ હતી દવાઓ, ઓવરડોઝના કારણે આવ્યો હાર્ટ એટેક ? જાણો વિગત

જાણિતા અભિનેતા અને બિગબોસ વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારના રોજ નિધન થઇ ગયુ છે. મુંબઇની કપૂર હોસ્પિટલે સિદ્ધાર્થના નિધનની પુષ્ટિ કરી છે. 40 વર્ષિય સિદ્ધાર્થની મોત હાર્ટ એટેકને કારણે થઇ છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલા કેટલીક દવા ખાઇ હતી પરંતુ તે બાદ તે ઉઠી શક્યા નહિ. બાદમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમની મોત થઇ ચૂકી હતી.

સિદ્ધાર્થ શુક્લાને મુંબઇની કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ડોક્ટર અનુસાર હાલ તો તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયુ છે. જો કે, સિદ્ધાર્થનું નિધન દવાના ઓવરડોઝને કારણે થયુ છે કે પછી તેને હાર્ટ એટેક જ આવ્યો હતો તે વાત તો હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

સિદ્ધાર્થને હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યો હતો. કૂપર હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇને જણાવ્યુ કે, કેટલાક સમય પહેલા તેમને હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા. ઇન્ડિયા ટુડેના સૂત્રો અનુસાર તેમની મિત્ર શહેનાઝ ગિલને જેવી જ સિદ્ધાર્થના નિધનની જાણ થઇ તે તરત જ શુટિંગ છોડી આવી ગઇ. અત્યાર સુધી શહેનાઝ ગિલ તરફથી સિદ્ધાર્થના નિધન પર કોઇ સ્ટેટમેંટ આવ્યુ નથી.

જણાવી દઇએ કે, 40 વર્ષિય સિદ્ધાર્થે મુંબઇની કૂપર હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ લીધા. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર હોસ્પિટલ લઇ ગયા પહેલા જ તેનો જીવ જતો રહ્યો હતો. આ વચ્ચે હવે ટ્વિટર યુઝર્સનો કૂપર હોસ્પિટલ પર ગુસ્સો ફૂટ્યો છે. કેટલાકે તો એવું કહી દીધુ કે, આ હોસ્પિટલનું નામ કૂપર નહિ પરંતુ બોલિવુડ દૈત્ય હોસ્પિટલ હોવુ જોઇએ.

એક યુઝરે કહ્યુ કે, કૂપર હોસ્પિટલની તપાસ થવી જોઇએ. અહીં કંઇના કંઇ તો ગડબડ છે. કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થની મોતની પુષ્ટિ કરી છે અને હવે કેટલાક ટ્વિટર યુઝર્સ સિદ્ધાર્થની મોતને સંદિગ્ધ જણાવી તપાસની માંગ કરી રહ્યા છે. એક યુઝરે તો લખ્યુ કે, પહેલા સુશાંત સિંહ રાજપૂત અને હવે સિદ્ધાર્થ શુક્લા. કૂપર હોસ્પિટલ. મને તો લાગે છે કે આ મર્ડર છે.

સિદ્ધાર્થની મોતની ખબર સામે આવતા જ પૂરી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તેમના ચાહકોને આ ખબરથી ઝાટકો લાગ્યો છે. તેમણે ઘણી નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ. જણાવી દઇએ કે, તેમને “બિગબોસ 13″થી ખૂબ જ પ્રસિદ્ધી મળી હતી. તેમની જોડીને પંજાબી અભિનેત્રી  શહેનાઝ ગિલ સાથે ઘણી પસંજ કરવામાં આવતી. બંને હાલમાં જ બિગબોસમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સિઝન 7માં જોવા મળ્યા હતા. તેમણે સાવધાન ઇંડિયા અને ઇંડિયાઝ ગોટ ટેલેન્ટ શોને પણ હોસ્ટ કર્યો છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇના હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે મોડલિંગના દિવસોમાં જ તેમના પિતાને ગુમાવ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લાને ટીવી શો બાલિકા વધુથી પોપ્યુલારિટી મળી હતી. તે બાદ તેમણે કયારેય પાછળ વળીને જોયુ નથી. તે દિલ સે દિલ તક ધારાવાહિકમાં પણ જોવા મળ્યા હતા. બોલિવુડમાં તેમણે હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.

સિદ્ધાર્થે વર્ષ 2004માં ટીવીથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં તે બાબુલ કા આંગન છૂટે ના નામથી ટીવી ધારાવાહિકથી ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ તેમને ઓળખ બાલિકા વધુથી મળી હતી. તેમને આ શોથી ઘરે ઘરે ઓળખ મળી હતી.

તમને જણાવી દઈએ દિગ્ગજ એકત્ર સિદ્ધાર્થ શુક્લાએ મૃત્યુ પહેલાના ફક્ત 6 દિવસ પહેલાં જ એક નેક કામ કર્યું હતું. એક્ટરે એક વ્યક્તિએ 27 ઓગસ્ટના રોજ ટેગ કરીને જણાવ્યું હતું કે સિદ્ધાર્થ સ્ટ્રીટ કુતરાઓ માટે એક કેમ્પેનને સપોર્ટ કરી રહ્યા હતા

અને જાનવરોના ભોજનની વ્યવસ્થા કરતા હતા. તે વ્યક્તિએ એક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. એક્ટરે આ વ્યક્તિને જવાબ આપ્યો હતો. સિદ્ધાર્થે જવાબમાં લખ્યું ‘એક એવી દુનિયામાં જ્યાં માનવ જીવન આટલું સસ્તું થઇ ગયું છે… આ જોવું સુખદ છે. સ્ટ્રે ડોગ્સ માટે દયા ભાવ રાખો.

આજે ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ જ દુઃખદ ખબર આવી છે. આજે ટીવી ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતા અને રિયાલિટી શો બિગબોસના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 40 વર્ષનું યુવાન ઉંમરમાં જ હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે, સિદ્ધાર્થ શુકલાનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન તેના ઘર અને હોસ્પિટલની બહાર સેલેબ્સ અને તેના ચાહકોનો મેળાવળો જામ્યો છે.

સિદ્ધાર્થના નિધનના કારણે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. સોશિયલ મીડિયા ઉપર ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપવા લાગી ગયા છે. તો હોસ્પિટલની બહાર પણ લોકોના ટોળા જામ્યા છે. ઇન્ડસ્ટ્રીના પણ કેટલાક લોકો તેના ઘરે અને હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં સૌ પહેલા રાહુલ મહાજન આવ્યો હતો.

સિદ્ધાર્થ શુક્લાનું રાત્રે દવા લીધા બાદ અવસાન થયું હોવાની ચર્ચા થઈ રહી છે, આથી જ ઓશીવારા પોલીસ સ્ટેશનની ટીમ સિદ્ધાર્થના અપાર્ટમેન્ટ કેવીએરા 2માં આવી છે. અહીં સિદ્ધાર્થના ઘરની તથા બેડરૂમની તપાસ કરી રહી છે.

ટીવી અભિનેતા અને સિદ્ધાર્થના મિત્ર એવા આસીમ રિયાજ પણ કૂપર હોસ્પિટલ પહોંચ્યો હતો. આસીમ રિયાજ પણ બિગબોસ 13નો પ્રતિસ્પર્ધી રહી ચુક્યો છે. બિગ બોસ 13 બાદથી જ આસીમ અને સિદ્ધાર્થ ખુબ જ સારા મિત્રો બની ગયા હતા. તેમને ઘણી જગ્યાએ સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા હતા.

સિદ્ધાર્થ શુકલાના બહુ જ સારા મિત્ર રહી ચૂકેલા અને બિગ બોસમાં ભાગ લઇ ચૂકેલા હિન્દુસ્તાની ભાઉ પણ મુંબઈના કૂપર હોસ્પિટલમાં પહોંચાય હતા. આજ હોસ્પિટલમાં સિદ્ધાર્થનું નિધન થયું હતું.

સિદ્ધાર્થ શુકલાના ઘરે આરતી સિંહ અને સેફલી પણ પહોંચાય હતા. આ દરમિયાન બનેંના ચહેરા ઉપર ઉદાસી પણ જોવા મળી રહી હતી. બંનેની ગાડી પણ એકસાથે જ પહોંચી હતી.

સિદ્ધાર્થ શુકલાનો સૌથી નજીકનો મિત્ર વિકાસ ગુપ્તા સૌથી પહેલા સિદ્ધાર્થના ઘરે પહોંચવા વાળા સિતારોમાંથી એક હતા. તેમને પણ ગાડીથી ઉતરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. ફિલ્મ મેકર અશોક પંડિત પણ કૂપર હોસ્પિટલ પહોંચ્યા હતા. તે અહિયાંથી સિદ્ધાર્થના પાર્થિવ શરરના દર્શન કરશે. તે હોસ્પિટલના ગેટની બહાર સ્પોટ થયા હતા.

સામાન્ય રીતે આમ જોઈએ તો એક ખાસ ઉંમરમાં હદય સાથે જોડાયેલી બિમારી અને હાર્ટ એટેક (Heart Attack) ના મામલા સામે આવે છે. પરંતુ ગયા વર્ષથી જુવાન યુવાનોમાં હાર્ટ એટેકેથી મોતના કેસ વધી રહ્યા છે. આવો જાણીએ શું છે તે કારણ જેના લીધે યુવાનો ઝડપથી હાર્ટ સંબંધિત બિમારીઓનો શિકાર થઇ રહ્યા છે.

Shah Jina