ખુબ જ વિવાદોથી ભરેલુ રહ્યું છે અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું જીવન, પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ રશિયન મોડલ સાથે હતું અફેર, જાણો કેવી રહી છે લવ લાઈફ

રશિયન મોડલ સાથે ચાલ્યું હતું ઘણું અફેર, હવે પત્નીને જીવનભરનું દુઃખ આપીને ચાલ્યો ગયો સિંદ્ધાંત સૂર્યવંશી, 5 વર્ષ પહેલા થયા હતા લગ્ન

ગઈકાલે મનોરંજન જગતમાંથી ખુબ જ દુઃખદ ખબર સામે આવી. ટીવીના લોકપ્રિય અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. સિદ્ધાંત જિમમાં કસરત કરી રહ્યો હતો તે દરમિયાન જ તેને હાર્ટ એટેક આવ્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો છતાં તેનો જીવ ના બચાવી શકાયો. સિદ્ધાર્થના નિધન બાદ તેના ચાહકો પણ શોકમાં છે તો તેના પરિવારજનોના હાલ પણ રડી રડીને બેહાલ થઇ રહ્યા છે.

સિદ્ધાંતનું અંગત જીવન ખુબ જ વિવાદો ભરેલું રહ્યું છે. તેના બે લગ્ન થયા હતા. તેના પહેલા લગ્ન વર્ષ 2000માં ઇરા સૂર્યવંશી સાથે થયા હતા. પરંતુ આ લગ્ન બહુ લાંબુ ના ચાલી શક્યા અને વર્ષ 2015માં તેના છૂટાછેડા થઇ ગયા હતા. પરંતુ લગ્ન તૂટ્યા બાદ સિદ્ધાંતના જીવનમાં ફરી એકવાર પ્રેમ આવ્યો. તેને મોડલ એલીસિયા રાઉત સાથે વર્ષ 2017માં લગ્ન કરી લીધા.

સિદ્ધાંતના પહેલા લગ્નથી તેને એક દીકરી પણ છે, જેનું નામ ડિઝા છે. તો બીજી તરફ એલેસિયાને પહેલા લગ્નથી એક દીકરો છે. સિદ્ધાંત તેની પત્ની એલેસિયાના મોડલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતો હતો. ત્યાં તે મોડલને તાલીમ આપતો હતો. સિદ્ધાંતની લવ લાઈફને લઈને એક કન્ટ્રોવર્સી પણ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર તેની પહેલી પત્ની ઇરા સાથે તેને પોતાની કો સ્ટાર પ્રિયા ભટીજા સાથેના અફેરને લઈને છૂટાછેડા લીધા હતા.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયાએ જ સિદ્ધાંતને ઇરા સાથે છૂટાછેડા લેવા માટે મજબુર કર્યો હતો. સિદ્ધાંતની બીજી પત્ની એલેસિયા પણ ગ્લેમર વર્લ્ડનું જાણીતું નામ છે. તે ખતરો કે ખેલાડી 4માં પ્રતિસ્પર્ધી તરીકે જોવા મળી હતી. આ ઉપરાંત તે મેરી બેરી કે બેર અને એક આંખ મારો જેવા પોપ્યુલર આઈટમ સોન્ગમાં પણ નજર આવી ચુકી છે.

Niraj Patel