“હું તને બહુ જ પ્રેમ કરું છું…” શ્વેતા તિવારીએ એવું કર્યું કે જોઈને યુઝર્સ બોલ્યા “ત્રીજો બકરો”

ફેન્સ માટે ખુશખબરી…શ્વેતા તિવારી “ત્રીજા લગ્નની” કરશે? શ્વેતાએ કહ્યું I LOVE YOU જુઓ આ શું ચાલી રહ્યું છે

ટીવી ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી શ્વેતા તિવારી સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હવે ફરી એકવાર શ્વેતાને સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો શિકાર બનવું પડી રહ્યું છે. શ્વેતાએ તેનાએક મિત્રના જન્મ દિવસ માટે ખાસ પોસ્ટ અને તસ્વીર શેર કરવાની સાથે જ ટ્રોલર્સના નિશાના ઉપર આવી ગઈ અને ટ્રોલ પણ થવા લાગી.

શ્વેતા તિવારીએ તેના મિત્ર વિકાસ કલાત્રી સાથે તેની તસ્વીર શેર કરી અને તેને જન્મ દિવસની શુભકામના પાઠવી છે, જેના કારણે શ્વેતાને હવે ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ શ્વેતાની આ પોસ્ટ ઉપર જ આડા અવળી કોમેન્ટ કરીને શ્વેતાને એવા એવા સવાલો પૂછ્યા છે કે જોઈને જ આશ્ચર્ય થાય.

શ્વેતાએ તેના મિત્ર સાથે તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે, “અરે.. હું તારા વિશે શું લખું ? હું ફક્ત એટલું જ કહી શકું છું.. જયારે હું વાત કરું છું ત્યારે તું સાંભળે છે. જયારે હું ખોવાયેલી અનુભવું છું ત્યારે તું મારુ માર્ગદર્શન કરે છે. જયારે હું અનિશ્ચિત અનુભવું છું ત્યારે તું મને આત્મવિશ્વાસ આપે છે. જયારે હું ફરીથી વિશ્વાસ  કરવાનું શીખું છું ત્યારે તું મને અહેસાસ અપાવે છે કે હું કરી શકું છું. એટલા માટે હું તને બહુ જ પ્રેમ કરું છું. જન્મ દિવસની શુભકામનાઓ મારા પ્રેમાળ મિત્ર !!”

શ્વેતાની આ પોસ્ટ ઉપર વિકાસ દ્વારા પણ કોમેન્ટ કરીને લખવામાં આવ્યું છે કે, “તમારા બહુ જ બધા પ્રેમ માટે આભાર. અને તમે જાણો છો કે તમે મારા માટે અત્યારે અને હંમેશા કેટલું મહત્વ રાખો છો.” ત્યારે હવે આ પોસ્ટ અને કેપશન જોઈને લોકોએ ધારણાઓ બનાવી લીધી છે અને શ્વેતાને ટ્રોલ પણ કરવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

ઘણા લોકોએ કોમેન્ટ કરીને વિકાસને શ્વેતાનો થવા વાળો ત્રીજો પતિ પણ જણાવી દીધો છે. તો ઘણા લોકો તેને કોમેન્ટમાં ત્રીજો બકરો એમ પણ જણાવી રહ્યા છે. ઘણા લોકોને લાગી રહ્યું છે કે શ્વેતા અને વિકાસ વચ્ચેનો સંબંધ કંઈક બીજો જ છે. ઘણા લોકોએ તેના તીજા લગ્ન એવી પણ કોમેન્ટ કરી છે.

ટીવીની હોટ મમ્મી અને “કસોટી ઝિંદગી કી” ફેમ અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં ચર્ચામાં છે. શ્વેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર શ્વેતાની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ત્યારે હાલમાં જ શ્વેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

હાલમાં શ્વેતાએ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ચાહકોની ઊંઘ ઉડાવી રહ્યુ છે. શ્વેતાએ બેડરૂમમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખૂબ જ હોટ છે.  આ ફોટોશૂટની ખાસ વાત તો એ છે કે તેની વધારે તસવીરોમાં તેની આંખો ઝુકેલી છે. આ પોઝ ચાહકોને દીવાના બનાવી રહ્યા છે. શ્વેતાએ આ તસવીરો શેર કરતાની સાથે કેપ્શન પણ આપ્યુ છે.

તેણે લખ્યુ કે, મેં મારા ફોટોગ્રાફર સોહેલ મુગલને જયારે કહ્યુ કે બધી તસવીરોમાં મારી આંખો બંધ છે તો તે બોલ્યા કે હાં તુ તેને બંધ રાખ કારણ કે પહેલા જ તેમાં ઘણુ દેખાઇ ચૂક્યુ છે. શ્વેતાએ ફોટોશૂટ દરમિયાન વ્હાઇટ ક્રોશિયા ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેરીને રાખ્યા છે. તેના વાળ ખુલ્લા છે અને તે બાડ પર બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે.

Niraj Patel