ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીનો જોવા મળ્યો હોટ લુક, કેપટાઉનમાં રસ્તા પર ઉતાર્યુ જેકેટ અને પછી…

વિદેશમાં શ્વેતાએ બધા સામે ઉતારી દીધું જેકેટ, વીડિયો જોઈને તમે પણ શરમાઈ જશો

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તેની ફિટનેસ, તેની પર્સનલ લાઇફ ઉપરાંત તેની ગ્લેમરસ તસવીરોને લઇને પણ ચર્ચામાં રહે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.

શ્વેતા તિવારી “ખતરો કે ખિલાડી 11″માં જોવા મળવાની છે, જેનું હાલ કેપટાઉનમાં શુટિંગ ચાલી રહ્યુ છે. તે કેપટાઉનથી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે અભિનવ શુક્લાને ટેલેંટેડ બતાવ્યો છે.

વીડિયોમાં શ્વેતાએ લીલા રંગનું ટ્રેકસૂટ, ટોપ અને સ્નીકર પહેરેલી જોવા મળી રહી છે. તેણે વીડિયો શેર કરતા લખ્યુ છે કે, બીટીએસ અભિનવ શુક્લા સૌથી પ્રતિભાશાળી વ્યક્તિ સાથે… આ સાથે તેણે એ પણ જણાવ્યુ છે કે, શુટ માટે માસ્ક ઉતાર્યુ છે.

બુધવારે શ્વેતા તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કેપટાઉનના રસ્તા પર ઘૂમતી જોવા મળી હતી. આ વીડિયોને બિગબોસની વિજેતા રૂબિના દિલૈકના પતિ અભિનવ શુકલા દ્વારા ઉતારવામાં આવ્યો છે અને તે પણ આ શોનો ભાગ છે.

તમને જણાવી દઇએ કે, શ્વેતા આ દિવસોમાં તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તેના અને તેના પતિ અભિનવ વચ્ચે બધુ સારુ ચાલી રહ્યુ નથી. પરંતુ આ સમયે તે તેના ટ્રાંસફોર્મેશનને લઇને પણ ચર્ચામાં છે. તે તેની તસવીરો અને વીડિયોમાં તેના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

Shah Jina