પલકે મને મારતા જોઇ, શ્વેતા તિવારીએ ફરી જણાવ્યુ ટૂટેલા લગ્ન પર પોતાનુ દર્દ

શ્વેતા તિવારીએ જણાવ્યુ પોતાનુ દર્દ, કહ્યુ- ખોટા માણસને પસંદ કરવાથી બાળકોને સહન કરવી પડી ઘણી પરેશાનીઓ

ટીવીની જાણિતી અભિનેત્રી અને “બિગબોસ” ફેમ શ્વેતા તિવારી ટીવીનો એક જાણિતો ચહેરો છે. હાલમાં જ તેણે તેના બાળકો અને અસફળ લગ્નને લઇને ખુલીને વાત કરી હતી. શ્વેતા તિવારીના બંને લગ્ન અસફળ રહ્યા હતા. તેણે 19 વર્ષની ઉંમરે રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા અને બીજીવાર તેણે વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેના બીજા લગ્ન પણ વધુ ના ચાલી શક્યા.

શ્વેતાએ જણાવ્યુ હતુ કે, તેના આ તૂટેલા સંબંધોની બાળકો પર શું અસર પડી હતી. શ્વેતા તિવારીની પર્સનલ લાઇફ હંમેશા ચર્ચામાં હી છે. તેણે હાલમાં જ સ્વીકાર કર્યો હતો કે, તેમને લાગે છે કે, તેમના બાળકો પર તેની શું અસર પડી છે. શ્વેતાએ પુરુષોમાં તેની ખરાબ પસંદને કારણે બાળકો પર જે ખરાબ અસર થઇ તેના પર ખુલીને વાત કરી હતી.

શ્વેતાએ ઇન્ટરવ્યુમાં તેમના બાળકોને લઇને ઘણી ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે, આટલી નાની ઉંમરમાં ઘણી પરેશાનીઓ સહન કર્યા બાદ પણ મારા બાળકોએ કયારેય હિંમત હારી નથી. તેમણે હંમેશા હસતા હસતા મુશ્કેલીઓ સહન કરી છે. તે બંને કયારેય ઉદાસ થતા નથી. તેમને જોઇને ઘણીવાર મને એ મહેસૂસ થાય છે કે, તે મારાથી તેમની ફિલિગ્સ છુપાવી રહ્યા છે.

પલક વિશે વાત કરતા શ્વેતાએ જણાવ્યુ હતુ કે, પલક જયારે 6 વર્ષની હતી ત્યારે તેણે મને તેના પિતાથી મને માર ખાતા જોઇ છે. પલકે પણ મારી સાથે ખૂબ જ દુ:ખ સહન કર્યા છે. મારો દીકરો હજી 4 વર્ષનો છે પરંતુ તેને પોલિસ અને જજ વિશે બધી ખબર છે.

શ્વેતા તિવારીએ આગળ જણાવ્યુ કે, કયારેક કયારેક મને એ સમજ નથી આવતુ કે હું કેવી રીતે મારા બાળકોને આ બધી મુશ્કેલીઓથી બચાવીને રાખુ. આ ઉંમરમાં તેઓ જે પણ પરેશાનીઓ સહન કરી રહ્યા છે તેેની જવાબદાર હું છું. તે એટલા માટે કારણ કે મેં મારા જીવનમાં ખોટા માણસને પસંદ કર્યો. તેણે જણાવ્યુ કે, ભલે તેઓ મારા લીધે આ લહન કરે છે, પરંતુ તો પણ તેમના ચહેરા પર સ્માઇલ રહે છે.

શ્વેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે શો “મેરે ડેડ કી દુલ્હન”માં જોવા મળી હતી. જેમાં દર્શકો દ્વારા તેના પાત્રને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ.

Shah Jina