યલો ડ્રેસમાં ટ્વિનિંગ કરી શૂરા ખાન-અરબાઝ ખાને આપ્યા પોઝ, સલમાન સહિત આખી ખાન ફેમીલીનો જોવા મળ્યો સ્વેગ- જુઓ તસવીરો
અરબાઝ ખાન બીજીવાર પિતા બનવા જઇ રહ્યો છે. તેની બીજી પત્ની શૂરા ખાન પ્રેગ્નેટ છે. શૂરાનું હાલમાં જ બેબી શાવર યોજાયુ. આ ઇવેન્ટમાં આખો ખાન પરિવાર હાજર રહ્યો હતો. શૂરા ખૂબ જ ટૂંક સમયમાં અરબાઝ સાથે તેના પહેલા બાળકનું સ્વાગત કરશે. શૂરાના બેબી શાવરમાં નજીકના મિત્રો અને કેટલીક સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી.

શૂરા ખાને તેના બેબી શાવર માટે યલો લૂઝ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યુ હતુ. આ લુકમાં તે સુંદર લાગી રહી હતી. આ દરમિયાન અરબાઝ ખાને તેની પત્ની સાથે ટ્વિનિંગ કર્યુ હતુ અને યલો શર્ટ સાથે વ્હાઇટ પેન્ટ પહેર્યુ હતુ. બેબી શાવર પછી અરબાઝ અને શૂરા પેપ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા.

શૂરા તેના બેબી બમ્પ પર હાથ રાખીને પોઝ આપતી જોવા મળી. બેબી શાવરમાં જન્નત ઝુબૈર તેના ભાઈ અયાન સાથે શૂરાના બેબી શાવરમાં પહોંચી હતી. આ ઉપરાંત નિયા શર્મા પણ તેમની સાથે પોઝ આપતી જોવા મળી હતી. સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ, લુલિયા વંતુર પણ બેબી શાવરમાં પહોંચી હતી.

તે ફ્લોરલ પ્રિન્ટેડ બ્લેઝર અને પેન્ટમાં સુંદર દેખાતી હતી. અરબાઝની ભાણી અલીઝેહ અગ્નિહોત્રીએ પણ શૂરાના બેબી શાવરમાં હાજરી આપી હતી. તે વ્હાઇટ મીની ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સલમાનની સાવકી માતા હેલન પણ ક્લાસી લુકમાં જોવા મળી હતી.

તે ઓફ-વ્હાઇટ સૂટમાં બેબી શાવરમાં પહોંચી હતી. અરબાઝની બહેન અર્પિતા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. જ્યારે તેની બીજી બહેન અલવીરાએ તેના પતિ સાથે પોઝ આપ્યો હતો. ખાન પરિવારના બાળકોએ પણ પેપ્સને પોઝ આપ્યા હતા.

સોહેલ ખાન અને અલીઝેહ પણ તેમની માતા સલમા ખાન સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. સરગુન મહેતા અને રવિ દુબે પણ બેબી શાવરનો ભાગ હતા. રિદ્ધિમા પંડિત, ફ્લોરલ ડ્રેસ પહેરીને ખાન પરિવારને અભિનંદન આપવા પહોંચી હતી.
View this post on Instagram