જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર માર્ચમાં બે વાર સંક્રમણ કરશે. જેમાં શુક્ર સૌપ્રથમ 7 માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના પર શનિદેવનું વર્ચસ્વ છે, ત્યારબાદ 31 માર્ચે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. માર્ચમાં શુક્રનું બે વખતનું સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી, આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે. સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે.
મિથુન : આ રાશિમાં શુક્ર નવમા ભાવમાં ભાગ્યના ઘરમાં ગોચર કરી રહ્યો છે, જેને કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય પણ પૂરા થશે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ફાયદો થવાનો છે, સર્જનાત્મકતા વધશે. આ ઉપરાંત આર્થિક લાભ મળી શકે છે. કારકિર્દી ક્ષેત્રે નેટવર્કિંગમાં સહયોગ મળશે. માન-સન્માનમાં વધારો થશે. નોકરી કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. કામની પ્રશંસા થશે. લવ લાઈફ સારી રહેશે.
વૃષભ : વૃષભ રાશિમાં શુક્ર દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેને કારણે જીવનમાં સકારાત્મક અસર થશે. તમારી ક્ષમતાથી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. આર્થિક રીતે પણ ઘણો ફાયદો થવાનો છે. જો કે, પૈસાને લગતું કોઈપણ કામ સમજી વિચારીને કરશો તો આનો લાભ મળશે. વૈવાહિક જીવન સારું રહેશે.
તુલા : શુક્ર તુલા રાશિમાં પાંચમા ભાવમાં ગોચર કરશે. આ ઘર પ્રેમ, સંતાન અને શિક્ષણનું માનવામાં આવે છે. કાર્યસ્થળ પર કામની પ્રશંસા થશે, સહકર્મીઓ અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે જેને કારણે પ્રગતિ કરશો. કોઈ મોટી જવાબદારી મળી શકે છે. કારકિર્દીને આગળ વધારવામાં મદદ મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સમયગાળા દરમિયાન જો કોઇ રોકાણ કરો છો તો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)