શુક્ર ગોચર 2022: 24 કલાકમાં ફરીથી આવશે આ 3 રાશિઓના દિવસો, શુક્રનું ગોચર કરશે માલામાલ

જ્યોતિષશાસ્ત્રના આધારે તમને જણાવીએ તો દરેક ગ્રહ નિશ્ચિત અવધિમાં રાશિ પરિવર્તન કરે છે, આ રાશિ પરિવર્તનની અસર મનુષ્યના જીવન પર પડે છે અને તે શુભ કે અશુભ એમ બંને પ્રકારની હોય છે.એવામાં આવા જ પરિવર્તનના આધારે શુક્રદેવ આવનારી 27 એપ્રિલના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.આ ગોચર 27 એપ્રિલ સાંજે 6 વાગે થશે. જ્યોતિષશાસ્ત્રના આધારે શુક્રને ભૌતિક સુખ, રોમાન્સ, પ્રેમ અને વિલાસિતાનો કારક માનવામાં આવ્યો છે. જો કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ શુભ અવસ્થામાં હોય તો જીવન ખુબ સુખમય રહે છે.એવામાં આ શુક્ર ગ્રહ ગોચરની અસર દરેક રાશિઓ પર પાડવાની છે પણ ત્રણ રાશિઓ એવી છે કે જેના માટે આ ગોચર ખુબ શુભ ફળ આપશે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે.આવો તો જાણીએ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે.

1. કર્ક: શુક્રનું ગોચર કર્ક રાશિના નવમ ભાવમાં થશે.જેને ભાગ્ય કે વિદેશ સ્થાન કહેવામાં આવે છે.આ સમયે તsમને ભાગ્યનો પૂરો સાથ મળશે. જે કામ અત્યાર સુધી અટકાયેલા હતા તે જલ્દી જ પૂર્ણ થતા જણાશે. કારકિર્દીમાં અઢળક ફાયદો થઇ શકે છે.નિવેશ કરવા માટે આ સમય તમારા માટે એકદમ શુભ છે.તમારી રાશિના ચતુર્થ ભાવનાનો સ્વામી શુક્ર છે જેને સુખ અને વાહનનું સ્થાન કહેવામાં આવે છે એવામાં આ ગોચરથી તમારી ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થઇ શકે છે.

2. વૃષભ: શુક્ર ગ્રહનું ગોચર તમારી કુંડળીથી 11માં ભાવમાં થશે. જેને લાભનું સ્થાન કહેવામાં આવે છે. જેને લીધે તમારી આવકમાં ખુબ વધારો થશે અને આવકના નવા નવા સાધનો અને સ્ત્રોત પણ વિકસતા જોવા મળશે.જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તે કામ જલ્દી જ પૂર્ણ થતા જણાશે.આકસ્મિક ધનલાભની પણ સંભાવના બની રહી છે. શુક્રદેવ વૃષભ રાશિનો સ્વામી છે એવામાં આ ગોચરને લીધે તમને જબરદસ્ત લાભ થવાનો છે.વિદેશ જવાના પણ યોગ બની રહ્યા છે.વ્યાપારીઓ માટે આ સમય ખુબ જ ફળદાયી રહેવાનો છે.

3.મિથુન: શુક્રદેવ મિથુન રાશિના 10માં ભાવમાં ગોચર કરશે. શુક્ર રાશિનું ગોચર મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થવાનું છે. આ સમય તમને નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટના પુરા યોગ બની રહ્યા છે.તમારી રોજની કાર્યશૈલીમાં નિખાર આવશે, કાર્યસ્થળ પર તમારી ખુબ પ્રશંસા થઇ શકે છે.મિથુન રાશિ પર બુધદેવનું આધિપત્ય છે, બુધ અને શુક્રદેવ વચ્ચે મિત્રતાનો ભાવ છે, એવામાં આ ગોચરથી તમે માલામાલ થઇ શકો તેમ છો.

Krishna Patel