19 ઓગસ્ટ સુધી આ 3 રાશિઓની રહેશે ચાંદી જ ચાંદી…અસ્ત શુક્રનો પડશે શુભ પ્રભાવ, સુખ-સુવિધાઓમાં થશે વૃદ્ધિ

શુક્ર ગ્રહના અસ્તથી આ ત્રણ રાશિઓને મળશે બંપર લાભ- જાણો તમારી રાશિ તો નથી ને

SHUKRA ASTA 2023 : શુક્રને ધન, કીર્તિ, સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં કોઈપણ ગ્રહના ઉદય અને અસ્ત થવાને કારણે તેની અસર તમામ રાશિઓ પર પડે છે. 19 ઓગસ્ટે શુક્રનો ઉદય થશે. શુક્રનો ઉદય ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ઉચ્ચ હોય તો તે વ્યક્તિને કોઈ વસ્તુની કમી રહેતી નથી. આવા લોકોને જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. શુક્ર હજુ પણ અસ્ત અવસ્થામાં છે. 19 ઓગસ્ટે સવારે 09.21 કલાકે શુક્રનો ઉદય થશે.

શુક્રના ઉદયને કારણે 3 રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. શુક્ર 18 ઓગસ્ટ સુધી અસ્ત રહેશે અને બીજા દિવસે 19 ઓગસ્ટના રોજ સવારે 05:21 કલાકે શુક્રનો ઉદય થશે. 3 ઓગસ્ટના રોજ સાંજે 07:37 કલાકે સિંહ રાશિમાં શુક્ર અસ્ત થયો હતો, અને 7 ઓગસ્ટે શુક્રનું કર્ક રાશિમાં ગોચર થયુ. આવી સ્થિતિમાં આ સમયે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં બેઠો છે. શુક્રના અસ્ત થવાને કારણે 3 રાશિના જાતકોનું ભાગ્ય મજબૂત બનશે અને તેમની સુખ-સુવિધાઓમાં વધારો થશે.

વૃષભઃ શુક્રના અસ્ત થવાને કારણે વૃષભ રાશિના લોકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે. પૈસાનો પ્રવાહ સારો રહેશે, આના કારણે આર્થિક તંગીનો અનુભવ થશે નહીં. પહેલા કરતા વધુ બચત કરી શકશે. નોકરીયાત અને ધંધાદારી લોકોને આગળ વધવાની સુવર્ણ તકો મળશે, તેને હાથથી જવા ન દો. 19 ઓગસ્ટ સુધી તમારા દિવસો સારા રહેશે. આ સમય દરમિયાન તમે મોંઘી વસ્તુઓની ખરીદી કરી શકો છો, જે તમારી લક્ઝરી વધારી શકે છે. વિવાહિત જીવન મધુર રહેશે. અવિવાહિતોને નવો જીવનસાથી મળી શકે છે.

કર્કઃ આ સમયે શુક્ર તમારી રાશિમાં સેટ છે. તે તમારા જીવન પર સુખદ અને શુભ અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. અચાનક ધન લાભ અથવા કર લાભ આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે. તમે કરેલા રોકાણમાંથી તમને સારું વળતર મળી શકે છે.તમારું વિવાહિત જીવન સુખી રહેશે. તમારા વ્યક્તિત્વનો પ્રભાવ વધશે. લોકો તમારાથી ખૂબ પ્રભાવિત થશે. તમારું સોશિયલ નેટવર્ક વધશે. ભાગીદારીમાં વેપાર કરનારાઓ માટે સમય સાનુકૂળ છે. પૈસાની કમી દૂર થશે.

સિંહઃ જો તમે પહેલાથી જ શેરબજારમાં રોકાણ કર્યું હોય તો શુક્રની અસ્તથી તમને ફાયદો થઈ શકે છે. કેટલીક લોટરી હાથમાં આવી શકે છે. ઉછીના પૈસા પાછા મળી શકે છે અથવા અટકેલા પૈસા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઉડાઉ પર કાબૂ મેળવી શકશો, જેના કારણે રોકાણ અને બચત પહેલા કરતા વધુ થશે.જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે સમય સારો છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સંબંધોમાં રોમાન્સ વધશે. વિવાહિત જીવન સુખમય રહેશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

Shah Jina