સલામ છે વડોદરાના આ વ્યક્તિને જે આ મહામારીના સમયમાં કરી રહ્યા છે એવું કામ કે જાણીને તમને પણ ગર્વ થશે

કોરોના વૈશ્વિક મહામારી બની ચુકી છે. ભારતમાં પણ કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે આ વર્ષે ઉઠેલી કોરોનાની બીજી લહેર વધુ ઘાતક પણ બની રહી છે. આ મહામારીના સમયમાં જયારે પોતાના લોકો પણ દૂર ભાગી જાય છે ત્યારે ઘણા લોકો આ સમયે મદદ માટે આગળ પણ આવી રહ્યા છે.

એવી જે એક મદદની જાહેરાત વડોદરાના શુભલ શાહ દ્વારા કરવામાં આવી છે. જેની ઘણા લોકો પ્રસંશા કરી રહ્યા છે. શુભલ શાહે ટ્વીટ કરી અને લોકોને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેમની આ ટ્વીટની ઘણા લોકો પ્રસંશા કરી રહ્યા છે.

શુભલ શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે, “આ કોરોના સંકટમાં અમે તમારી સાથે છીએ. જો તમારો પરિવાર કોવિડ-19થી પીડિત છે તો અમે તમારા ઘરે હાઈજેનીક લંચ અને ડિનર આખા ક્વોરેન્ટાઇન પિરિયડ સુધી નિઃશુલ્ક પહોચાવીશું. અમે કોઇપણ પ્રકારના નામ, પ્રચાર કે તસ્વીર નથી. મહેરબાની કરીને અમને સીધો મેસેજ કરો.”

ટ્વીટ કર્યા બાદ શુભલ શાહને ઘણા લોકોએ ટ્વીટ કરીને ટેગ પણ કર્યા છે. કેટલાક NGO દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે તે જરૂરિયાતમંદ લોકો માટે ભોજન પહોચવવામાં તેમની મદદ કરશે. ઘણા લોકોએ આ નિઃસ્વાર્થ સેવા માટે તેમની પ્રસંશા પણ કરી છે.

Niraj Patel