‘ઇશ્કબાઝ’ ફેમ એક્ટ્રેસ બંધાઇ લગ્નના બંધનમાં, રેડ લહેંગામાં લાગી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા…ડ્રીમી વેડિંગની તસવીરો આવી સામે

કોઈને ખબર પણ નથી ને ગુજરાતી ક્યૂટ અભિનેત્રી ચૂપચાપ પરણી ગઈ! હલદી સેરેમનીમાં સ્કૂટી પર એન્ટ્રી કરતા છવાઈ ગઈ, જુઓ

સ્ટાર પ્લાસની પ્રખ્યાત સીરિયલ ‘ઇશ્કબાઝ’ ફેમ એક્ટ્રેસ અને ‘ઘર એક મંદિર’ શોમાં કામ કરી ચૂકેલી શ્રેનુ પારિખ ટેલિવિઝનની ટોપ એક્ટ્રેસમાંની એક છે. શ્રેનુએ હાલમાં જ 21 તારીખના રોજ તેના મંગેતર અક્ષય મ્હાત્રે સાથે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે.

‘ઇશ્કબાઝ’ ફેમ એક્ટ્રેસ બંધાઇ લગ્નના બંધનમાં

લગ્ન સેરેમની શ્રેનુના વતન વડોદરામાં યોજાઇ હતી. ત્યારે હવે આ કપલના ડ્રીમી વેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીરો પર ચાહકો અને સ્ટાર્સ શુભકામના આપી રહ્યા છે. લુકની વાત કરીએ તો, શ્રેનુએ લાલચટક અને નારંગી રંગનો લહેંગો પસંદ કર્યો હતો, જ્યારે અક્ષયે લાલ શેરવાની પહેરી હતી.

શ્રેનુ પારિખની માંગમાં સજ્યુ અક્ષયના નામનું સિંદૂર

તસવીરોની સાથે શ્રેનુએ ‘ટેકન ફોરેવર’ લખી લગ્નની તારીખ 21 ડિસેમ્બર, 2023 દર્શાવી છે. કપલના મિત્રો દ્વારા લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, જેમાં એક વીડિયોમાં શ્રેનુને ફિલ્મ ‘રાઝી’ના ગીત ‘દિલબરો’ પર ચાલતી જતી જોવા મળે છે. આ ઉપરાંત અન્ય એક વિડિયોમાં, કપલ એકબીજાને વરમાળા પહેરાવતા જોવા મળી રહ્યા છે.

પ્રી વેડિંગ ફંક્શનમાં પણ મચાવી હતી ધૂમ

લગ્ન પહેલા કપલના પ્રી વેડિંગ ફંક્શનની પણ તસવીરો સામે આવી હતી.જેમાં હલ્દીની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હલ્દી સેરેમનીમાં ટ્રેન્ડથી અલગ શ્રેનુએ ગ્રીન નૌવારી સાડી પહેરી હતી, જ્યારે અક્ષયે પણ મેચિંગ ડ્રેસ પહેર્યો હતો અને બંનેએ સ્કૂટી પર જોરદાર એન્ટ્રી કરી હતી.

ક્યારેય ઔપચારિક રીતે નથી કર્યું પ્રપોઝ 

જણાવી દઇએ કે, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શ્રેનુએ ખુલાસો કર્યો હતો કે અક્ષયે તેને ક્યારેય ઔપચારિક રીતે પ્રપોઝ નથી કર્યું. અક્ષયે કહ્યું, ‘મને ઘટિયા પ્રસ્તાવો પસંદ નથી, તેથી અમારી વચ્ચે ક્યારેય કોઈ ઔપચારિક વાત થઈ નથી. પરંતુ અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારથી અમે બંને જાણતા હતા કે અમે લગ્ન તરફ આગળ વધી રહ્યા છીએ. અમે અમારા પરિવાર સાથે વાત કર્યા પછી તારીખ નક્કી કરી.

જાણીતી ટેલિવિઝન અભિનેત્રી છે શ્રેનુ પારીખ

ઉલ્લેખનીય છે કે, શ્રેનુ પારીખ એક જાણીતી ટેલિવિઝન અભિનેત્રી છે. શ્રેનુએ ‘એક ભ્રમ સર્વગુન સંપન્ન’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં – એક બાર ફિર’, ‘ઈશ્કબાઝ’, ‘ઘર એક મંદિર’ અને ‘ઝિંદગી કા હર રંગ…ગુલાલ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. ત્યાં અક્ષય મ્હાત્રેએ ‘પિયા અલબેલા’માં નરેન વ્યાસ અને ‘ઇન્ડિયાવાલી મા’માં રોહનની ભૂમિકા ભજવીને લોકોના દિલ જીત્યા છે.

Shah Jina