કુંડલી ભાગ્યની પ્રીતાએ પતિની બાહોમાં રોમાન્સ કરી મનાવ્યો બર્થ ડે, ચાહકો બોલ્યા- હેપ્પી બર્થ ડે જીજુ, જુઓ સેલિબ્રેશનની તસવીરો

અસલ જીવનમાં ખુબ જ હોટ છે કુંડલી ભાગ્યની પ્રીતા, તસવીરો જોઈને પાણી પાણી થઇ જશો

ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા તેના પતિ રાહુલ નાગલ સાથે હોળી સેલિબ્રેટ કર્યા બાદ હવે લગ્ન બાદ તેનો પહેલો જન્મદિવસ એકસાથે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસ પર તેમને અભિનંદન આપતા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ શેર કરી છે. શ્રદ્ધા આર્યાએ 16 નવેમ્બર 2021ના ​​રોજ નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા હતા, તેણે 18 માર્ચ 2022ના રોજ લગ્ન બાદ તેની પ્રથમ હોળી સેલિબ્રેટ કરી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું, “અને અહીં પત્ની અને પતિ તરીકે અમારી પ્રથમ હોળી ! સૌને હોળીની શુભકામનાઓ !!! ઉલ્લેખનીય છે કે, 23 માર્ચ 2022ના રોજ, શ્રદ્ધા આર્યાએ પતિ રાહુલ નાગલ સાથે તેના જન્મદિવસ પર ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તે તેના પતિને તસતસતુ ચુંબન કરતી જોઈ શકાય છે, આ દરમિયાન તે તેના પતિના ખોળામાં બેઠી છે અને રોમેન્ટિક ક્લિક માટે પોઝ આપી રહી છે. તસવીરમાં આ કપલ બ્લેક કલરના ડ્રેસમાં ટ્વિન કરતા જોવા મળે છે.

જ્યાં શ્રદ્ધાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે. ત્યાં, રાહુલે બ્લેક શર્ટ પહેર્યો છે. શ્રદ્ધાએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, “કેમેરો જોઇને શરમાઇ જતા મારા પતિને જન્મદિવસની શુભેચ્છા. તમે કોણ છો અને તમે આપણા બધા માટે (આપણા દેશ સહિત) જે કર્યું છે તેના માટે આભાર.” આ ઉપરાંત, શ્રદ્ધા આર્યાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેના પતિના જન્મદિવસની ઉજવણીની ઝલક પણ શેર કરી હતી. ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કપલ તેમના ઘરમાં સોફા પર બેઠેલા જોઈ શકાય છે. તેની સામેના ટેબલ પર એક કેક પણ જોવા મળે છે.

જ્યારે શ્રદ્ધા તેના પતિ સાથે બેઠી છે, ત્યારે રાહુલ શેમ્પેનની બોટલ ખોલતો જોવા મળે છે. લગ્ન બાદ રાહુલનો જન્મદિવસ શ્રદ્ધાએ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. તેણે રાહુલ સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા શેર કર્યા હતા. રાહુલ સોશિયલ મીડિયાથી અંતર રાખે છે, જ્યારે શ્રદ્ધા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા અને રાહુલના આ ફોટો ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

શ્રદ્ધાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણા સેલેબ્સે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. એક પ્રશંસકે લખ્યું- અમારા રાહુલ જીજુને જન્મદિવસની શુભેચ્છા. અન્ય એક ફેને લખ્યું- જીજુ તમને જન્મદિવસની શુભેચ્છા. ફેન્સની સાથે સેલેબ્સે પણ શ્રદ્ધાની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે. શ્રદ્ધાનો પતિ અભિનેત્રીને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુઃખમાં તે તેની સારી રીતે કાળજી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

આની એક ઝલક ત્યારે જોવા મળી જ્યારે 22 માર્ચ 2022ના રોજ, શ્રદ્ધાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક રીલ શેર કરી. આમાં જોઈ શકાય છે કે શ્રદ્ધા આર્યા થર્મોમીટર વડે તેનો તાવ ચેક કરી રહી છે અને તેનો પતિ રાહુલ નાગલ તેને લાડ લડાવે છે અને પછી તેને દવા આપે છે.

Shah Jina