“જાનું મેરી જાન” ગીત ઉપર આ કાકાએ ટ્રાફિક પોલીસકર્મીઓ સાથે રસ્તા ઉપર જ કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો

સોશિયલ મીડિયામાં રોજ ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ ડાન્સ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. ઘણીવાર એવા એવા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, ખાસ કરીને નાના બાળકો કે કોઈ ઉંમરવાળી વ્યક્તિ ડાન્સ ફ્લોર ઉપર આગ લગાવતું હોય ત્યારે આવા વીડિયો ખુબ જ ઝડપી વાયરલ થાય છે.

ત્યારે હાલ એવા જ એક કાકાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યો છે, જેમના ઠુમકા જોઈને ભલભલા જુવાનિયા પણ ભોંઠા પડી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ કાકાના ડાન્સની પણ લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર એક અજાણ્યો વ્યક્તિ ટ્રાફિક પોલીસ સાથે ડાન્સ કરતો જોવા મળે છે. બંને લોકો અમિતાભ બચ્ચન અને પરવીન બોબીના પ્રખ્યાત બોલિવૂડ ટ્રેક ‘જાનુ મેરી જાન…’ પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે, જેના પર લોકો ખૂબ જ ફની રિએક્શન આપી રહ્યા છે.

વીડિયોમાં એક અજાણ્યો વ્યક્તિ ફિલ્મ ‘શાન’ના ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. આ પછી ટ્રાફિક પોલીસકર્મીઓ પણ અજાણ્યા વ્યક્તિ સાથે ડાન્સ કરવા જાય છે. આ દરમિયાન રસ્તા પર હાજર અન્ય લોકો આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં IPS દીપાંશુ કાબરાએ લખ્યું છે કે “આવી ક્ષણો #PublicPoliceFriendship ના સુંદર ઉદાહરણ છે !”

યુઝર્સ પણ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે અંકલજીએ શાનદાર ડાન્સ કર્યો છે. સાથે જ એક વ્યક્તિએ લખ્યું છે કે શું જોરદાર ડાન્સ છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે આ વીડિયો ઈન્દોરનો છે. આ વાત રણજીત સિંહ નામના ટ્રાફિક પોલીસકર્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. આ પહેલા પણ રણજીત સિંહના ઘણા વીડિયો વાયરલ થયા છે. જ્યાં તે ડાન્સ કરતા અને ટ્રાફિક કંટ્રોલ કરતા જોવા મળે છે. તેને ડાન્સિંગ કોપ ઓફ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે.

Niraj Patel