દુઃખદ સમાચાર: શૂટર દાદીના નામથી પ્રખ્યાત ચંદ્રો તોમરનું નિધન, થોડા દિવસ પહેલા જ થયા હતા કોરોના સંક્રમિત

વર્ષ 2020 અને 2021 ખુબ જ ખરાબ રહ્યું છે. આ વર્ષે ઘણા બાધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો કોરોનાની ચપેટમાં આવ્યા અને પોતાનો જીવ ખોઈ બેઠા છે ત્યારે શૂટર દાદીના નામથી પ્રખ્યાત થયેલા નિશાનેબાજ ચંદ્રો તોમરનું કોરોનાના કારણે નિધન થઇ ગયું છે.

થોડા દિવસ પહેલા જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોઈ અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જેના કારણે તેમને 27 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચંદ્રો તોમરે જયારે નિશાનબાજી શરૂ કરી ત્યારે તેમની ઉંમર 60 વર્ષથી પણ વધારે હતી. તેના બાદ તેમને ઘણી રાષ્ટ્રીય પ્ર્તીયોગીતાઓમાં જીતી અને તેમના ઉપર એક ફિલ્મ પણ બની છે. “સાંઢ કી આંખ”. તેમને વિશ્વના સૌથી ઉંમરવાન નિશાનેબાજ માનવામાં આવતા હતા.

તેમને પોતાની બહેન પ્રકાશી તોમર સાથે ઘણી પ્ર્તીયોગીતાઓમાં ભાગ લીધો. પ્રકાશી પણ દુનિયાની અંદર ઉંમરવાન મહિલા નિશાનેબાજમાં શામેલ છે.

તેમને પોતાના જીવનમાં પુરુષ પ્રધાન સમાજની અંદર ઘણી રૂઢિઓને સમાપ્ત કરી છે. આ બંને બહેનોના જીવનનો ઉલ્લેખ ફિલ્મ “સાંઢ કી આંખ”માં કરવામાં આવ્યો છે. આ બંને દાદીઓથી પ્રભાવિત થઈને આમિર ખાને તેમને પોતાના શો “સત્યમેવ જયતે”માં પણ બોલાવ્યા હતા.

શૂટર દાદીએ વરિષ્ઠ નાગરિક વર્ગમાં ઘણા પુરષ્કાર પોતાના નામે કર્યા છે, જેમાં સ્ત્રી શક્તિ સન્માન પણ સામેલ છે જેને ખુદ રાષ્ટ્રપતિએ ભેટ કર્યું હતું.

Niraj Patel