પ્રાણીઓ મોટાભાગે રસ્તામાં પડેલી વસ્તુઓ ખાઈ જતા હોય છે, મોટાભાગે આપણા ગામ શહેરમાં રઝળતી ગાયો પ્લાસ્ટિક ખાઈ જતી જોતા હોય છે, ઘણી ગાયોના ઓપરેશન કરવામાં આવે છે અને તેમના પેટમાંથી પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવે છે. તો ઘણા પ્રાણીઓ મોતને પણ ભેટતા હોય છે.

પરંતુ આ દરમિયાન એક મગરના બુટ ગલી જવાનો કિસ્સો હાલ વાયરલ થઇ રહ્યો છે. એક 10 ફૂટ લાંબો અને 158 કિલો વજન વાળો એક મગર માણસનો બુટ ખાઈ ગયો. આ બુટ તેના પેટની અંદર લગભગ 2 મહિના સુધી રહ્યો.

આ મગરનું નામ છે Anuket. જે અમરિકાના ફ્લોરિડામાં આવેલા St. Augustine Alligator Farm Zoological Parkમાં રહે છે. બન્યું એવું હતું કે ડિસેમ્બર 2020માં આ મગર કોઈ પ્રવાસીનો બુટ ગળી ગયો હતો.

એબીસી ન્યુઝ પ્રમાણે મગરથી જોડાયેલા એક્સપર્ટ દ્વારા કેટલાક દિવસ સુધી જોવામાં આવ્યું કે કે શું સાચેજ તે બુટ ખાઈ ગયો છે જેનુ તેને પાચન નથી થઇ રહ્યુ ? ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી. ત્યાંના પ્રસાશનના જણાવ્યા પ્રમાણે મગર આમતેમ જોતા રહે છે. તેમને લાગે છે કે તેમના ખાવાનો સામાન છે અને તેને ખાય છે. આ મગર સાથે પણ એવું જ બન્યું હતું.

શોધકર્તાઓને જયારે ખબર પડી કે તે તેને પચાવી નથી શકતો ત્યારે તેમને વૈજ્ઞાનિક રીત અપનાવી. જેમાં તેના પેટને સાફ કરવામાં આવે છે. જેના કારણે તે જે વસ્તુને પચાવી નથી શકતો તે બહાર આવી જાય. આ એટલા માટે કરવામાં આવે છે કે બૂટને બહાર કાઢવા માટે મેજર સર્જરી ના કરવી પડે.

યુનિવર્સીટી ઓફ ફ્લોરિડા કોલેજ ઓફ વેટરનરી મેડિસિન તેના ઉપર કામ કરી રહી છે. આ રીત કામ ના કરી શકી. બુટ તે છતાં પણ તેના પેટમાં જ હતો. ત્યારબાદ ગેસ્ટ્રોટોમી કરવામાં આવી. આ પણ એક પ્રકારની આર્ટિફિશિયલ એક્સ્ટર્નલ ઓપનિંગ હોય છે. જેના દ્વારા પણ પેટમાંથી એ વસ્તુઓ કાઢવામાં આવે છે જે તે પચાવી નથી શકતો.

આ પદ્ધતિ કામ કરી ગઈ અને મગરના પેટમાંથી બુટ બહાર કાઢી લેવામાં આવ્યો. ત્યારબાદ તેને આખી રાત સુધી હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો અને બીજા દિવસે તેને પાર્કમાં પાછો મોકલી દેવામાં આવ્યો. હવે તે ધીમે ધીમે રિકવર કરી રહ્યો છે.