ઘરની બહાર ફરી રહ્યો હતો વાઘ, અચાનક સામે આવી ગયો માણસ, પછી જે થયું તે જોઈને તમે પણ ફફડી જશો, જુઓ વાયરલ વીડિયોમાં

સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે પણ ઘણીવાર ચોંકી ઉઠીએ છીએ. હાલ સોશિયલ મીડિયા ઉપર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમે પણ ફફડી ઉઠશો.

આ વાયરલ વીડિયો છે અમેરિકાના હ્યુસ્ટનનનો. અહીંયા એટલી ખતરનાક ઘટના બની કે માત્ર વીડિયો જોઈને જ લોકો ફફડી ઉઠ્યા. બન્યું એવું કે ઘરની બહાર એક વાઘ ફરી રહ્યો હતો. તે પહેલા તો પાર્કની અંદર આરામથી ફરી રહ્યો હતો અને અચાનક ત્યાં એક માણસ આવી ગયો.

ન્યુયોર્ક પોસ્ટ પ્રમાણે આ ઘટના રવિવારની છે. Ivy Wall Drive જે એક રહેણાંક વિસ્તાર છે ત્યાં એક વાઘ સ્પોટ કરવામાં આવ્યો.આ વાઘના ગળામાં કોલર પણ બાંધેલો હતો. ત્યારબાદ બન્યું એવું કે એક વ્યક્તિ પોતાની બંધુક લઈને વાઘની આગળ આવી ગયો. પછી વાઘ તેની તરફ આગળ વધવા લાગ્યો. વ્યક્તિએ વગાહના માલિકને ખેંચીને કહ્યું કે તેને અંદર લાઈ જાવ.

આ વીડિયોને ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે. જેની અંદર જોઈ શકાય છે કે કેવી રીતે વાઘ આરામથી તે વ્યક્તિની સામે આગળ વધી રહ્યો છે. એ વ્યક્તિ ટાઇગરના માલિકને કેટલાક અપશબ્દો પણ બોલે છે. ત્યારે માલિક પણ કહે છે કે હું તેને લઈને જાઉં છું.

વીડિયોનો એક બીજો ભાગ પણ છે જેમાં એક યુવતી પાછળથી અવાજ આપી રહી છે કે ત્યાં વાઘ છે અને એક વ્યક્તિ તેની તરફ જઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે વાઘ પાલતુ પ્રાણી નથી. તેને આ રીતે ખુલ્લો ના રાખી શકાય.

Niraj Patel