પહાડી રસ્તા ઉપર પાઇપ ભરેલા ટ્રકની પાછળ બુલેટ લઈને જઈ રહ્યો હતો આ વ્યક્તિ, અચાનક કરવા ગયો ઓવરટેક અને પછી બન્યું એવું કે…

આપણા દેશની અંદર એડવેન્ચરનો શોખ મોટાભાગના લોકોને હોય છે, અને ઘણા લોકો એડવેન્ચર માટે ગ્રુપ બનાવીને સોલો ટ્રીપ ઉપર પણ નીકળી જતા હોય છે. ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના આ એડવેન્ચરને કેમેરામાં કેદ પણ કરતા હોય છે,  બાઇકમાં કે હેલ્મેટમાં કેમેરા પણ લગાવતા હોય છે.

ઘણીવાર આવા એડવેન્ચર દરમિયાન વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ કેદ થઇ જતી હોય છે જે જોઈને લોકો પણ હેરાન રહી જાય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બુલેટ લઈને એડવેન્ચર કરવા માટે ગયેલા એક વ્યક્તિ સાથે આ ઘટના બની હતી.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે બુલેટ લઈને બાઈક રાઈડ કરી રહેલા લોકો પહાડી વિસ્તારમાં છે. વરસાદના કારણે રોડ ઉપર પણ કીચડ જામી ગયો છે, જેના કારણે રસ્તો સાવ ખરાબ બની ગયો છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો શ્રીનગરથી લદ્દાખ જતા સમયનો છે. જેમાં બુલેટ સવાર ઓવરટેક કરવાના ચક્કરમાં દુર્ઘટનાનો શિકાર પણ બની શકતો હતો.

વીડિયોની અંદર આગળ જોઈ શકાય છે કે બુલેટ સવાર એક ટ્રકની પાછળ જાય છે. રોડની એક તરફ પર્વત છે તો બીજી તરફ ઊંડી ખાઈ છે. આગળ જતી ટ્રકમાં સળિયા ભરેલા છે, તે ધીમે ધીમે ટ્રકની નજીક પહોંચે છે અને ઓવરટેક કરવાનો વિચાર કરે છે. પરંતુ અચાનક તેનું બેલેન્સ બગડી જાય છે અને તે રોડ ઉપર જ પડી જાય છે, એ તો સારું રહ્યું કે ટ્રક સાથે તે ટકરાયો નહીં. નહીં તો તે મોટી દુર્ઘટનાનો શિકાર બની શકતો હતો.

આ વીડિયોને વાઇરલ હોગ નામના એકાઉન્ટ ઉપરથી 14 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો, ઘણા લોકોએ આ વીડિયોને જોયો છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. બુલેટ ઉપર સામન લદાયેલો જોવા મળી રહ્યો છે. બાઈક સવારના પડ્યા બાદ પાછળ વાળો બાઈક સવાર આવી અને તેને મદદ કરે છે.

Niraj Patel