“સસુરાલ સિમર કા” અભિનેત્રી દીપિકાના માસિક ધર્મમાં પતિ શોએબ ઈબ્રાહિમે આવી રીતે રાખ્યુ તેનું ધ્યાન, કર્યુ આ કામ

દીપિકાના પતિ શોએબ ઈબ્રાહિમે પીરિયડ્સ વિશે ખુલીને કરી વાત, દીપિકાએ કહ્યું ‘આ…’

શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કડ ટીવી ઇન્ડસ્ટ્રીના સુંદર કપલમાંના એક છે. બંને એક-બીજાનો પક્ષ હંમેશા લે છે. સમય સમય પર દીપિકાને શોએબે ટ્રોલ્સથી બચાવી છે, એ તો તમને ખ્યાલ જ હશે. હવે જે શોએબે દીપિકા માટે કર્યુ છે તે તો બધા માટે આશ્ચર્યજનક છે અને બધા તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

Image Source

બધી જ છોકરીઓ ઇચ્છે છે કે તેમને એવો પતિ મળે જે તેમને સમજે, તેમના સારા અને ખોટા સમયમાં તેમની સાથે ઊભો રહે. ભાગ્યથી જ છેકરીઓને આવો પતિ મળે છે. આવી જ લિસ્ટમાં છે ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા કક્કડ..

Image Source

દીપિકાએ વર્ષ 2018માં શોએબ ઇબ્રાહિમ સાથે ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી દીપિકા અને શોએબ બંને ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી પસંદ કરનાર કપલમાંના એક છે. બંને હાલ તેમનું લગ્ન જીવન ખૂબ જ ખુશીથી જીવી રહ્યા છે. તેઓ ઘણી વખત સોશિયલ મીડિયા પર કપલ ગોલ્સ આપતા જોવા મળતા હોય છે. બંનેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે.

Image Source

શોએબની હાલની પોસ્ટ જેમાં દીપિકા માટે તેમનો સ્વભાવ નજરે પડી રહ્યો છે. શોએબે યુ-ટયૂબ પર એક વી-બ્લોગ શેર કર્યો છે. આ વીડિઓમાં તે દીપિકાના માસિક ધર્મ દરમિયાન દાળ-ભાત બનાવતો જોવા મળી રહ્યો છે. માત્ર એ જ નહિ પરંતુ તેણે છોકરાઓને એક મેસેજ પણ આપ્યો છે.

આ વીડિઓમાં શોએબ જમવાનું બનાવતા નજરે પડી રહ્યા છે. જો કે, દીપિકાને માસિક ધર્મ ચાલી રહ્યો છે જેને કારણે તે તકલીફમાં હતી. અને આ જ કારણથી શોએબે રસોડાની જવાબદારી પોતાના પર લીધી અને દુવસ દરમિયાન દીપિકાની સેવા કરતા નજરે પડ્યા. શોએબે આ વીડિઓને પોતાના યુ-ટયૂબ ચેમલ પર પોસ્ટ કર્યો છે. આ દરમિયાન તેને પુરૂષોને અપીલ કરી છે કે તે લોકો પણ મહિલાઓનું માસિક ધર્મ દરમિયાન વધારે ધ્યાન રાખે.

Image Source

શોએબે પીરિયડ્સ દરમિયાન મહિલાઓનું પુરુષોએ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ વાત કરી. એક્ટરે પત્નીનું ધ્યાન રાખતાં તેના માટે દાલ-ભાત બનાવ્યા. દાળ-ભાત ટેસ્ટ કરતાં દીપિકાએ કહ્યું કે, ‘પીરિયડ્સમાં શોએબ જે રીતે મારું ધ્યાન રાખે છે અને મારા મૂડ સ્વિંગને સમજે છે.

તે દરેક ઘરના પુરુષોએ સમજવું જોઈએ. આ બાબતો આપણા હાથમાં નથી થતું. ઘણીવાર રડવાનું મન થાય છે અને ઘણીવાર ગુસ્સો આવે છે. આપણે હજુ પણ પુરુષો સાથે આ વિશે વાત કરતાં ખચકાઈએ છીએ. આ બીમારી નથી. આની સાથે ખુશ રહેતા શીખીએ. શોએબ પાસેથી પણ શીખવાની જરૂર છે.

પીરિયડ્સમાં જો તમે તમારી મમ્મી, બહેન કે પત્ની માટે આવું કંઈક કરતો તો તેમને પણ આનંદ મળશે. મહિલાઓએ પણ પુરુષોને આ વિશે જણાવવું જોઈએ’. શોએબ ઇબ્રાહિમનો આ વીડિઓ ખૂબ જ જોવામાં આવી રહ્યો છે, છોકરીઓથી લઇને બધા જ તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિઓને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોએ જોયો છે.

Shah Jina