અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાએ બહેનના લગ્નમાં લૂંટી લીધી હતી લાઇમલાઇટ, જુઓ તસવીરો

અંબાણી હોય એટલે કાંઈ જ ન ઘટે, બહેન દીયા મહેતાના લગ્નમાં શ્લોકા મહેતાએ લૂંટી લીધી હતી લાઇમલાઇટ- જુઓ ફોટા

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીએ શ્વોકા મહેતા સાથે લગ્ન કર્યા છે. નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા આમ તો લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ કારણે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ પ્રાઇવેટ છે. જો કે, તેની બહેન દિયા મહેતા અવાર નવાર તેના લુક્સ અને તેની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે.

દીયા મહેતા શ્લોકા કરતા બિલકુલ અલગ નેચરની છે. તે સોશિયલ મીડિયા પર પોતાના લાઇફ મોમેન્ટ્સ બધા સાથે શેર કરતી રહે છે. દીયા મહેતાએ વર્ષ 2017માં આયુષ જાતિયા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નની તસવીરો પણ ઘણી હેડલાઇન્સમાં રહી હતી. લગ્નની તસવીરોમાં શ્વોકા મહેતા અને ઇશા અંબાણી ઘણા ખૂબસુરત લુકમાં નજર આવ્યા હતા.

ટ્રેડિશનલ આઉટફિટમાં મહેતા સિસ્ટર્સ અને અંબાણી પરિવારની લાડલી ઇશાનો લુક જોતા જ બની રહ્યો હતો. દીયા મહેતાનો હસબન્ડ આયુષ હાર્ડકૈસલ રેસ્ટોરન્ટ (મેકડી ઇન્ડિયા ફ્રેંચાઇઝી)નો એમડી છે. દીયા અને શ્લોકા રસેલ અરુણભાઇ મહેતાની દીકરીઓ છે. દીયા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. દીયા ફેમીલી બિઝનેસ સંભાળી રહી છે અને સાથે સાથે મોડલિંગ પણ કરે છે.

દીયાએ લંડનના કોલેજથી ફેશન કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેના લગ્નમાં અંબાણી પરિવાર પણ સામેલ થયો હતો. દીયા એક બાળકની માતા પણ છે, પણ તેણે તેની ફિટનેસ એવી રીતે જાળવી રાખી છે કે તેને જોઇ કોઇ તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકે. દીયા મુકેશ અંબાણીની દીકરી ઇશાની બેસ્ટ ફ્રેન્ડ પણ છે. બંનેએ મુંબઇની એક જ સ્કૂલથી અભ્યાસ કર્યો છે.

દીયાએ એકવાર એક એવી પળ શેર કરી હતી, જે તેના લગ્ન સાથે જોડાયેલ હતી. તેનો એક્સપીયરન્સ એવો હતો, જેનાથી દરેક છોકરી દુલ્હન બન્યા પહેલા ગુજરે છે. તેણે તેના લગ્ન સાથે જોડાયેલ તસવીરો શેર કરી હતી, જેમાં તે મિરર સામે તૈયાર થઇ ઊભી હતી. તેણે કેપ્શનમાં એ વાતને જાહેર કરી કે કેવી રીતે અચાનક દુલ્હનના આઉટફિટમાં પોતાને જોઇ તેને અહેસાસ થયો કે લગ્નની પળ આખરે આવી ગઇ.

આ સાથે તેણે એ પણ શેર કર્યુ કે વેડિંગ માટે તૈયાર થતા ઘણા ખ્યાલ અને ભાવનાઓ મનમાં આવી રહ્યા હતા. આ ઉપરાંત તેણે એ પણ કહ્યુ કે, કેમેરા પાછળ તેની મિત્ર તેને હસાવતી રહી. આ કારણે હેર અને મેકઅપમાં લાગનાર લાંબો સમય સરળતાથી નીકળી ગયો અને થકાન પણ હાવી ન થઇ.

Shah Jina