‘તમને વોટ આપ્યો હતો ભાઇ…’ હવે શિવરાજ સાથે મળી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી લાડલી બહેનો, ભાવુક થયા પૂર્વ CM- જુઓ વીડિયો

લાડલી બહેનો રડી પડી…મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણને મળી મહિલાઓ ધ્રુસકેને ધ્રુસકે રડી

મધ્યપ્રદેશમાં નવા CMનું એલાન થઇ ગયુ છે. BJPએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણની જગ્યાએ મોહન યાદવને આપી છે. 18 વર્ષથી સીએમ શિવરાજે સોમવારે રાજીનામુ આપી દીધુ. શિવરાજ સિંહના રાજીનામા બાદ કેટલીક મહિલાઓ મુલાકાત કરવા પહોંચી હતી. આ દરમિયાન તે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. શિવરાજ સિંહે તેમને ગળે લગાવી અને આ દરમિયાન પૂર્વ CM પોતે ભાવુક નજર આવ્યા.

શિવરાજ સિંહે આપ્યુ રાજીનામુ

સોશિયલ મીડિયા પર શિવરાજ સિંહનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે શિવરાજ સિંહ ચૌહાણને મળવા કેટલીક મહિલાઓ તેમના આવાસ પર પહોચી હતી. આ મહિલાઓ શિવરાજ સિંહ CM ના બનવા પર દુખી થઇ ગઇ અને રડવા લાગી. શિવરાજ સિંહે મહિલાઓને ગળે લગાવી તેમને સંભાળવાની કોશિશ કરી. BJPએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસિલ કરી છે. 230 સીટોમાંથી 163 પર BJP જીતી.

ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી મહિલાઓ

BJPએ એમપીમાં સીએમના ચહેરાનું એલાન નહોતુ કર્યુ. એવામાં સોમવારે થયેલ વિધાયક દળની બેઠકમાં સીએમનું એલાન કરવામાં આવ્યુ. શિવરાજ સિંહ ચૌહાણે મોહન યાદવનું નામ આગળ કર્યુ અને આ પર બધા વિધાયકોએ પોતાની સહમતી આપી. તે પછી BJPએ ઓફિશિયલી મોહન યાદવને સીએમ તરીકે એલાન કર્યા. શિવરાજ સિંહે રાજ્યપાલ મંગૂભાઇ પટેલને રાજીનામુ સોંપી દીધુ અને હવે મોહન યાદવ રાજ્યપાલ સાથે મળી સરકાર બનાવશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina