ખબર

BREAKING : શિવાંશ કેસમાં ચોંકાવનારો ખુલાસો: આ કારણે સચિને ગળું દબાવી હત્યા કરી, લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં..જાણો વિગત

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળ બાજુ આવેલી ગૌશાળામાં ૨ દિવસ પહેલા શુક્રવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા યુવક દ્વારા એક માસુમ બાળકને તરછોડી દેવામાં આવ્યો હતો. જેના પિતાની ભાળ મળ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં બાળકના પિતા સચિન દીક્ષિતે ‘સ્મિત’ની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવીને મારી નાખ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પેથાપુર પાસેથી મળી આવેલા બાળક શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિન દીક્ષિતે બરોડામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

હાલમાં શિવાંશ કેસ બાબતે રેન્જ IG અભયસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ઘણા મોટા ખુલાસા કર્યા છે. IG સાહેબે જણાવ્યું છે કે, સચિને હિના ઉર્ફે મહેંદીનું ગળુ દબાવીને પતાવી દીધી હતી. પછી તેની લાશને બેગમાં પેક કરીને કિચનમાં મૂકી દીધી હતી.

આવેશમાં આવીને ઝઘડો થતા હત્યા થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાદમાં બાળકને સાથે લઇને અમદાવાદ આવવા નિકળી ગયો હતો. ત્યારબાદ શિવાંશને સ્વામિનારાયણ ગૌશાળામાં મૂક્યો હતો. ત્યાં તે રેગ્યૂલર ઘી અને દૂધ લેવા જતો હતો.

IG અભય ચુડાસમા સાહેબે વધુમાં જણાવ્યું છે કે, બાળકના પપ્પા સચિન વડોદરાની કંપનીમાં કામ કરતો હતો અને તેને મહેંદી ઉર્ફે હિના સાથે લવ હતો. હિના સાથે બોલાચાલી બાદ આવેશમાં આવીને તેણે તેની પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી.

તમને જણાવી દઈએ કે હિના અમદાવાદમાં એક શો રૂમમાં જોબ કરતી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. પછી બંને પ્રેમમાં પડ્યા હતા અને 2019થી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. 2020માં દીકરાનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં બરોડામાં બદલી થતા તે બરોડા રહેવા ગયા હતા. બરોડાના બાપોદ વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી રહેતા હતા.