લતા દીદી અનંત યાત્રાની છેલ્લી તસવીરો: શિવાજી પાર્કમાં અંતિમ વિધિની તૈયારીઓ પૂર્ણ

દેશના શાન સમાન અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જગતના શિરમોર સ્વરકોકિલા ભારત રત્ન લતા મંગેશકરનું આજે 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના 08:12 કલાકે અવસાન થયું છે. તેમના બહેન ઉષાજીએ આજે લતાજીના અવસાન અંગે જાણ કરી હતી. ગયા મહિને 92 વર્ષીય લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અને તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો પરંતુ 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

લતાદીદીનાં અવસાન પછી આજે આખા દેશમાં દેશમાં શોકનો માહોલ છે. બોલીવુડના ઘણા દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પહેલા લતા મંગેશકરનો નશ્વર દેહ બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હાલ અંતિમસંસ્કાર માટે તેમના નશ્વર દેહને સેનાના ટ્રક રાખવામાં આવ્યો છે અને શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે.

થોડીવારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈ પહોંચશે અને લતાદીદીને શ્રદ્ધાંજલિ આપશે. લતાજીને પૂરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઈ આપવામાં આવશે. લતાદીદીનાં નિધન પછી જાહેર કરાયેલા બે દિવસના રાષ્ટ્રીય શોકના કારણે રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવનનો રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવી દેવામાં આવ્યો છે. મૃતદેહને ઘરની બહાર લાવીને ફૂલોથી શણગારેલી વાનમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે.

મુંબઈના શિવાજી પાર્કમાં લતાજીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લતા મંગેશકરના આજે સાંજે 6.30 કલાકે શિવાજી પાર્કમાં સંપૂર્ણ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉર્મિલા માતોંડકર લતા મંગેશકરને અંતિમ વિદાય આપવા તેમના ઘરે પહોંચી ગઈ છે. ઉર્મિલા ઉપરાંત નીલ નીતિન મુકેશના પિતા પણ પ્રભુ કુંજ ગયા છે. લતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે બૉલીવુડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સહિતની સેલિબ્રિટિઓ પહોંચી રહી છે. અને લતા તાઈના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

PM મોદીએ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને Tweeter માં લખ્યું છે કે હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી અમને છોડીને ચાલ્યા ગયા. લતા દીદીના નિધનથી દેશમાં એક ખાલીપો સર્જાયો છે જે ક્યારેય ભરી શકાય તેમ નથી. આવનારી પેઢીઓ લતા મંગેશકરને હંમેશા યાદ કરશે કે કેવા મહાન કલાકાર હતા, જેમના અવાજમાં લોકોના મન મોહી લેવાની શક્તિ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

YC