આજકાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ઉપર લોકોની અને કેમેરા બંનેની નજર મંડરાયેલી છે. કારણ કે તેનો પતિ રાજ કુન્દ્રા હાલ ગંદી ફિલ્મો બનાવવા અને તેના પ્રસારિત કરવાના આરોપ સર જેલમાં છે, તો શિલ્પા આ દરમિયાન હવે તેના જુના અંદાજની અંદર પણ પરત ફરી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પાએ ઘરમાં ગણેશજીનું ધામધૂમથી સ્વાગત કરેલું જોવા મળ્યું.
શિલ્પા શેટ્ટી વર્ષોથી ગણપતિ બાપ્પાને ઘરે લાવે છે અને ગણપતિ બાપ્પા પણ તેમના વિઘ્ન હરતા રહે છે. જેના કારણે આ વખતે પણ શિલ્પા ફરી એકવાર એ જ આશાએ બાપ્પાને પોતાના ઘરે લઇ આવી છે કે વિઘ્નહર્તા તેના માથે આવેલા સંકટોને દૂર કરશે.
શિલ્પા શેટ્ટીએ આ વર્ષે પણ સંપૂર્ણ આદર સાથે ગણપતિ બાપ્પાનું પોતાના ઘરમાં સ્વાગત કર્યું, જેના માટે બાપ્પાને લેવા માટે જાતે જ શિલ્પા ખુલ્લા પગે પહોંચી હતી. શિલ્પાએ આ દરમિયાન કોરોનાને ધ્યાનમાં રાખીને ચહેરા ઉપર માસ્ક પણ પહેર્યું હતું.
આ દરમિયાન શિલ્પાએ કેમેરામેનને પણ ઘણા બધા પોઝ આપ્યા હતા, સાથે જ દરેક પોઝની અંદર તેનો હસતો ચહેરો પણ જોવા મળી રહ્યો હતો. બાપ્પાને લેવા માટે પહોંચેલી શિલ્પાના ચહેરા ઉપર ભલે ખુશી દેખાઈ રહી હોય પરંતુ તેની આંખોમાં ઉદાસી પણ સ્પષ્ટ નજર આવી રહી હતી.
શિલ્પા માટે આ સમય ખુબ જ મુશ્કેલીઓથી ભરેલો છે, તે છતાં પણ શિલ્પા દરેક પરિસ્થિતિઓનો હિંમતથી સામનો પણ કરતી જોવા મળી રહી છે. શિલ્પાને હવે રિયાલિટી શોમાં પણ તેના જુના રંગની અંદર પાછી જોવા મળી રહી છે.
શિલ્પાએ કેમરા સામે જોઈને પોઝ પણ આપ્યા હતા. તે કેમેરા સામે જોઈને બે હાથ જોડતી પણ નજર આવી હતી.શિલ્પના કેરિયરની વાત કરીએ તો હાલ તે થોડા સમય પહેલા જ “હંગામા-2′ ફિલ્મમાં જોવામાં આવી હતી.
View this post on Instagram
આ વર્ષે ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરના રોજ છે. ત્યારે શિલ્પાના ઘરમાં તેના પહેલા જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં જે તે બાપ્પાની મૂર્તિને લાલબાગ વર્કશોપમાંથી પોતાના ઘરે લઈને આવતી જોવા મળી હતી.