એક સમયે સિદ્ધાર્થ પર એક્સ ગર્લફ્રેન્ડ શિલ્પાએ મારપીટના આરોપો લગાવેલા, હવે એવું તો શું કર્યું કે સિદ્ધાર્થના ફેન્સે કરી ટ્રોલ
ટીવી ઇન્ડસ્ટ્રીના મશહૂર અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ નિધન થઇ ગયુ હતુ, ગઇકાલે એટલે કે શુક્રવારે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં પરિવાર સહિત નજીકના મિત્રો અને ટીવી સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. અભિનેતાએ 40 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ. સિદ્ધાર્થના નિધન બાદ સોશિયલ મીડિયા પર ટીવી અને બોલિવુડ સહિત ચાહકોએ સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપી હતી. શુક્રવારના રોજ સિદ્ધાર્થ પંચત્તત્વમાં વિલીન થઇ ગયા છે.
આ વચ્ચે સિદ્ધાર્થની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી શિલ્પા શિંદેએ સોશિયલ મીડિયામાં અભિનેતાના નિધનના ડોઢ દિવસ બાદ શ્રદ્ધાંજલિ આપી છે. એવામાં કેટલાક યુુઝર્સ શિલ્પાની આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. શિલ્પાની આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, આટલો ગુસ્સો કે 24 કલાક લાગી ગયા તમને… છોડો, દેર આયે દુરસ્ત આયે.
એક યુઝરે લખ્યુ કે, હવે આ દુનિયાની સૌથી ખુશ માણસ હશે. એક અન્ય યુઝરે લખ્યુ કે, શિલ્પા હું તમારો મોટો ચાહક હતો. મેં બિગબોસમાં તમારુ સમર્થન કર્યુ અને એવી જ રીતે મેં સિદ્ધાર્થનુ કર્યુ, તે માર દિલ તોડી દીધુ જયારે તુ સિડ વિશે કડવી વાત કરતી. મને આશા છે કે આ ભાવનાઓ વાસ્તવિક છે.
તમને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ શુક્લા બિગબોસ 13માં એક કંટેસ્ટેંટ તરીકે ગયા હતા. ત્યારે શિલ્પાએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. શિલ્પા અનુસાર, તે અને સિદ્ધાર્થ રિલેશનશિપમાં રહી ચૂક્યા હતા. આ સંબંધમાં શિલ્પાને સિદ્ધાર્થના ગુસ્સા અને મારપીટનો શિકાર પણ થવુ પડ્યુ હતુ. શિલ્પાએ ત્યારે કહ્યુ હતુ કે સિદ્ધાર્થ અને તેનો સંબંધ એક ટોક્સિક રિલેશન હતુ.
View this post on Instagram