શિલ્પા શેટ્ટી દીકરી સાથે ટ્વીન અંદાજમાં એરપોર્ટ પર થઇ સ્પોટ, મીડિયાને જોતા જ રાજ કુંદ્રાએ કર્યું આવું

બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને અને તેની ફિટનેસનો કોઈ જવાબ નથી.હંમેશા તે પોતાની ફિટનેસ અને સુંદરતાને લીધે લોકોના દિલો પર રાજ કરતી રહી છે.શિલ્પા પાર્ટી કે ઇવેન્ટમાં હંમેશા અલગ અલગ અંદાજમાં સ્પોટ થાય છે અને દરેક વખતે તેનો લુક ચાહકોને લુભાવી જાય છે.અમુક દિવસો પહેલા જ શિલ્પાએ દીકરી સમિષાના જન્મદિસવની ઉજવણી કરી હતી.જેમાં પરિવારની સાથે સાથે સમિતા શેટ્ટીનો ખાસ મિત્ર રાકેશ પણ હાજર રહ્યો હતો.

એવામાં શિલ્પા અમુક દિવસો પહેલા પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.શિલ્પા પરિવાર સાથે વેકેશન માણવા માટે જઈ રહી હતી. આ સમયે શિલ્પા સાથે દીકરી સમીશા અને દીકરો વિયાન અને પતિ રાજ કુંદ્રા પણ દેખાયા હતા. આ સમયે બંને માં-દીકરીએ એક સરખુ જ પિન્ક કલરનું પ્રિન્ટેડ આઉટફિટ પહેરી રાખ્યું હતું. અને બંનેએ મેચિંગ વ્હાઇટ શૂઝ પણ પહેરી રાખ્યા હતા. બંને ગાડીમાંથી એવા અંદાજમાં ઉતરી કે તરત જ મીડિયાના કેમેરામાં કૈદ થઇ ગઈ હતી.શિલ્પાએ મીડિયા સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા.

સમિશાને વધુ ક્યૂટ બનવવા તેને ડાયમંડ ઈયરરિંગ પણ પહેરાવ્યા હતા અને વ્હાઇટ હેર બેન્ડ પહેરેલી સમીશા ખુબ જ ક્યૂટ લાગી રહી હતી. ગાડીમાંથી ઉતરતા જ સમિષાએ જીદ પકડી અને તરત જ શિલ્પા તેને હાથમાં ઊંચકી લે છે. સમીશાનો આ ક્યૂટ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

જો કે રાજ કુન્દ્રા આ સમયે કંઈક અલગ જ લુકમાં સ્પોટ થયા હતા, જેનો લુક સ્પાઈડર મેન જેવો લાગી રહ્યો હતો. રાજે આ સમયે બ્લેક આઉટફીટ પહેરી રાખ્યું હતું અને બ્લેક માસ્ક પણ પહેરી રાખ્યું હતું જેમાં તેને ચેહરો બિલકુલ પણ દેખાઈ રહ્યો ન હતો. રાજની સાથે દીકરો વિયાન પણ તેનો હાથ પકડીને ચાલી રહ્યો હતો.રાજના લુક્સને જોતા લાગી રહ્યું છે કે તે મીડિયાથી બચવાની કોશિશ કરી રહ્યો છે.

રાજના લુક્સને જોતા લોકોએ ખુબ કમેન્ટ્સ પણ કરી હતી.એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું કે,”આટલું પણ શું છુપાવવાનું જયારે બધાને ખબર જ છે…”અન્ય એક યુઝરે લહ્યું કે, ખોટું કામ કર્યું છે તો ચેહરો છુપાવીને ફરી રહ્યો છે’. જયારે અન્ય એક યુઝરે તેની તુલના સ્પાઈડર મેન સાથે તો અન્ય એક યુઝરે બેટમેન સાથે કરી હતી.

ફ્લાઈટમાં બેસીને શિલ્પાએ દીકરી સાથે વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં બંને ખુબ જ ક્યૂટ લાગી રહી હતી. 40ની ઉંમરમાં પણ શિલ્પા શેટ્ટી એકદમ ફિટ અને સુંદર છે, તેની ફિટનેસને જોતા તેની ઉંમરનો અંદાજો લગાવો પણ મુશ્કેલ છે.હાલ શિલ્પા શેટ્ટી પોતાના પરિવારની સાથે સાથે સાથે પોતાના કામને પણ સમય આપી રહી છે. શિલ્પા હાલ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટમાં જજ તરીકે જોવા મળી રહી છે.

જુઓ શિલ્પા શેટ્ટી અને તેની દીકરીનો ક્યૂટ અંદાજ…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Krishna Patel