બોલિવુડની મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સ્ટાઇલ ઘણી નીરાળી છે. સોશિયલ મીડિયા પર શિલ્પાની જબરદસ્ત ચર્ચા થતી રહે છે. ફિલ્મો હોય કે તેના ટેલિવિઝન શો બધામાં તેના જલવા જોવા મળતા હોય છે. શિલ્પા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. શિલ્પા કયારેક યોગ કરતા તો કયારેક ડાંસ કરતા વીડિયો શેર કરતી રહે છે, જે ઘણા વાયરલ પણ થતા હોય છે.
શિલ્પા શેટ્ટી તેના ચાહકો સાથે તેની ગતિવિધિઓ શેર કરતી રહે છે. ત્યારે હાલમાં શિલ્પાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખેતરમાં જોવા મળી રહી છે અને તાજી શાકભાજીની મજા લેતા દેખાઇ રહી છે. શિલ્પા શેટ્ટીએ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, સીધા ખેતરથી…ખાવાનું જે કોઇ નુકશાન નથી કરતુ. જીવનને સરળ અને સૌમ્ય રાખો. વીડિયો પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.
શિલ્પા શેટ્ટીના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની ફિલ્મ “હંગામા 2” થોડા સમય પહેલા જ રીલિઝ થઇ હતી. આ ફિલ્મથી તેણે ઘણા વર્ષો બાદ પડદા પર વાપસી કરી હતી. શિલ્પા શેટ્ટી જલ્દી જ ફિલ્મ “નિકમ્મા”માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દસાની અને શર્લે સેતિયા સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી થોડા સમય પહેલા ખૂબ જ ચર્ચામાં રહી હતી. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોલિસે ગંદી ફિલ્મો બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. તે બે મહીના જેલમાં રહ્યા હતા અને તે બાદ તેઓ બહાર આવ્યા હતા. રાજ કુંદ્રાની ધરપકડ બાદથી શિલ્પા અને તેના પરિવારને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram