શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર ‘નિકમ્મા’ની ટીમે આપ્યુ જબરદસ્ત સરપ્રાઇઝ, હેરાન રહી ગઇ શિલ્પા શેટ્ટી- જુઓ તસવીરો અને વીડિયો

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બુધવારે જ તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો છે. શિલ્પા શેટ્ટીએ બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય હતો જ્યારે તેની એક્ટિંગના લોકો દિવાના હતા. 47 વર્ષની ઉંમરમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી. આનો અંદાજ તમે તેના બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો જોઈને જ લગાવી શકો છો. આજે ઘણા લોકો છે જે તેને ખૂબ જ પ્રેમ કરે છે. શિલ્પા શેટ્ટીના બર્થડે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીરોમાં અભિનેત્રી શર્લી પણ જોવા મળી રહી છે. જે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેમજ શિલ્પા પણ કેક કાપતી જોવા મળી રહી છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી ખૂબ જ ક્યૂટ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રી શર્લી શિલ્પા શેટ્ટીના જન્મદિવસ નિમિત્તે તેના ઘરે પહોંચી હતી. આ પ્રસંગે બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.શિલ્પાના જન્મદિવસ નિમિત્તે ફિલ્મ ‘નિકમ્મા’ સ્ટાર અભિમન્યુ દાસાની પણ તેના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન શિલ્પા શેટ્ટીની માતા પણ સાથે જોવા મળી હતી.

માતા પુત્રી એક સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. શિલ્પા શેટ્ટીના જન્મદિવસના અવસર પર ફેન્સ ઘરની બહાર પહોંચી ગયા હતા. ચાહકોના હાથમાં ઘણા પોસ્ટર હતા.એક તસવીરમાં શિલ્પા શેટ્ટી ચાહકોની વચ્ચે જોવા મળી રહી હતી. શિલ્પા શેટ્ટી તેના ફેન્સ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટીએ કેક કાપતા પહેલા કેટલાક લોકોને લાડુ પણ ખવડાવ્યા હતા.શિલ્પા શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી જાણીતી અભિનેત્રી છે. ટીવીની દુનિયામાં પણ હવે અભિનેત્રીએ સારું નામ કમાઈ લીધું છે.

ભારતની સૌથી વધુ અનુસરવામાં આવતી ફિટનેસ પ્રભાવક હોવા ઉપરાંત, શિલ્પા શેટ્ટીએ તેની બોલિવૂડ કારકિર્દીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ પાર્ટીઓમાં તેના ગીતો ડીજે પર ધૂમ મચાવતા સાંભળવા મળે છે. શિલ્પા શેટ્ટીએ બુધવારના રોજ તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ પર અભિનેત્રીને એક ખાસ અને મોટુ સરપ્રાઈઝ મળ્યુ હતુ. મુંબઈના ઘરની બહાર ચાહકોએ ‘નિકમ્મા કિયા ઇસ દિલ ને’ ગીત પર ડાન્સ કરીને અભિનેત્રીનો દિવસ બનાવ્યો હતો.

ચાહકોની સાથે ફિલ્મ ‘નિકમ્મા’ની સ્ટાર કાસ્ટ અભિમન્યુ દાસાની અને અભિનેત્રી શર્લી પણ ડાન્સ કરતી જોવા મળી હતી. શિલ્પા શેટ્ટીએ પોતાના મુંબઈના ઘરે ચોકલેટ કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ઘણા ચાહકો ‘નિકમ્મા’ સ્ટાર્સ સાથે ગીતના સિગ્નેચર સ્ટેપ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી તેના ઘરની બાલ્કનીમાં ઊભી રહીને આ સરપ્રાઈઝ અને ફેન્સના પરફોર્મન્સને માણી રહી હતી.

પ્રદર્શન એટલું ધમાકેદાર અને અદભૂત હતું કે અભિનેત્રી પોતે પણ પોતાને રોકી શકી નહીં. શિલ્પા શેટ્ટીએ બર્થ ડે સેલિબ્રેશન પર સફેદ ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે સફેદ હીલ્સ કેરી કરી લુક પૂર્ણ કર્યો હતો. જણાવી દઇએ કે, પોતાના 47માં જન્મદિવસના અવસર પર શિલ્પા શેટ્ટીએ પોતાને એક વેનિટી વાન ભેટમાં આપી છે, જેમાં રસોડાથી લઈને યોગ બાલ્કની અને હેરવોશ સ્ટેશન તેમજ બીજી ઘણી બધી અદ્ભુત સુવિધાઓ છે. શિલ્પા શેટ્ટી માટે ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેના કમ્ફર્ટ લેવલને જોતા તે હવે વેનિટી વેનમાં પણ યોગ કરી શકે છે. અભિનેત્રીએ જન્મદિવસની રાત્રે પણ પાર્ટી કરી હતી. જેમાં તેની મિત્ર, બહેન અને પતિ જોવા મળ્યા હતા. શિલ્પાએ જન્મદિવસની રાત્રે બહેન શમિતા, પતિ રાજ કુન્દ્રા અને મિત્ર આકાંક્ષા મલ્હોત્રા સાથે પાર્ટી કરી હતી. બર્થ ડે પાર્ટીમાં શિલ્પાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. શિલ્પાનો લુક એકદમ સિમ્પલ હતો.દર વખતની જેમ આ વખતે પણ શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા ફેસ કવર કરી જતો જોવા મળ્યો હતો.

તેણે પોતાનો ચહેરો માસ્ક અને સનગ્લાસથી ઢાંક્યો હતો.આકાંક્ષા મલ્હોત્રા સફેદ ડ્રેસમાં શિલ્પાના બર્થડેની પાર્ટીમાં પહોંચી હતી. શિલ્પા શેટ્ટીની બહેન શમિતા પણ બર્થડે પાર્ટીમાં પહોંચી હતી. શમિતાએ નિયોન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાની એક્ટિંગ અને લુકથી લોકોનું દિલ જીતનારી ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી બુધવારે 47 વર્ષની થઈ ગઈ જેની ઉજવણી તેણે પોતાની સ્ટાઈલમાં કરી. શિલ્પાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં શિલ્પા તેના જન્મદિવસની કેક કાપતી જોઈ શકાય છે. આ દરમિયાન અભિનેત્રીનો પતિ રાજ કુન્દ્રા પણ તેની સાથે ઉભેલા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેના જન્મદિવસની ઉજવણીમાં શિલ્પા શેટ્ટી બ્લેક બોડી હગિંગ આઉટફિટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.અભિનેત્રીની પર્સનલ લાઇફની વાત કરીએ તો, વર્ષ 2009માં અભિનેત્રીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. તે વ્યવસાયે એક બિઝનેસમેન છે અને તેને બે બાળકો છે – સમિષા અને વિયાન. શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે. આ ફિલ્મ 17 જૂનના રોજ રીલિઝ થવા જઇ રહી છે. જેમાં તેની સાથે ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દાસાની અને શર્લી સેટિયા પણ જોવા મળશે. આ સિવાય શિલ્પા શેટ્ટી પાસે રોહિત શેટ્ટીની કોપ ડ્રામા ફિલ્મ પણ છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Shah Jina