પતિ રાજ કુંદ્રાની બર્થ ડે પર શિલ્પા શેટ્ટીએ લૂંટાવ્યો પ્રેમ, વીડિયો શેર કરી બોલી- આ બર્થ ડે પર ગિફ્ટમાં મિરર આપીશ…

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાને રોમેન્ટિક અંદાજમાં બર્થ ડે વિશ કર્યુ, માસ્ક વિના જોવા મળ્યો રાજ

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા પર લૂંટાવ્યો પ્રેમ, વીડિયો શેર કરી કહી દિલની વાત

Raj Kundra Birthday: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ હાલમાં જ તેનો 48મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.આ અવસર પર શિલ્પાએ રાજને એક વીડિયો શેર કરી તેમજ સ્પેશિયલ નોટ લખી બર્થ ડે વિશ કર્યુ.

શિલ્પાએ જે વીડિયો શેર કર્યો હતો તેમાં તે અને રાજ કુંદ્રા બંને નેચર રિઝર્વમાં ફરતા જોવા મળ્યા હતા. બેકગ્રાઉન્ડમાં હરણનું ટોળું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં ગીત ‘યુ હી કટ જાયેગા સફર’ ચાલી રહ્યું છે. શિલ્પાએ આ વીડિયો શેર કરતા લખ્યું: “આ જન્મદિવસે તમને એક અરીસો ભેટમાં આપું છું, જેથી હું દરરોજ જે જોઉં છું તે તમે જોઈ શકો.

કોઈ વ્યક્તિ જે ખૂબ રમુજી અને દયાળુ છે. તે ખૂબ જ સરસ વ્યક્તિ છે. તમે જીવનસાથી તરીકે સંપૂર્ણ છો.” હેપી બર્થડે, મારા કૂકી!” જણાવી દઇએ કે, શિલ્પાની રાજ સાથે 2009માં સગાઈ થઈ હતી અને તે જ વર્ષે બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. વર્ષ 2012માં કપલે તેમના પુત્ર વિયાનનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ.

કપલે ફેબ્રુઆરી 2020માં સરોગસી દ્વારા દીકરીનું સ્વાગત કર્યુ હતુ. વર્કફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા તેની ફિલ્મ ‘સુખી’ની રિલીઝની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, શિલ્પાની આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Shah Jina