વાહ પતિ હોય તો રાજ કુન્દ્રા જેવો…47 માં જન્મદિવસ પર શિલ્પા બ્લેક ડ્રેસમાં લાગી ઘણી જ ખૂબસુરત
શિલ્પા શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી જાણીતી અભિનેત્રી છે. ટીવીની દુનિયામાં પણ હવે અભિનેત્રીએ સારું નામ કમાઈ લીધું છે. ભારતની સૌથી વધુ અનુસરવામાં આવતી ફિટનેસ પ્રભાવક હોવા ઉપરાંત, શિલ્પા શેટ્ટીએ તેના બોલિવૂડ કારકિર્દીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ પાર્ટીઓમાં તેના ગીતો ડીજે પર ધૂમ મચાવતા સાંભળવા મળે છે. શિલ્પા શેટ્ટીએ હાલમાં જ એટલે કે બુધવારે તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો. શિલ્પાના જન્મદિવસ પર તેને ઘણી બધી સરપ્રાઈઝ પણ મળી. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા હતા.
શિલ્પાએ આ વર્ષે તેનો જન્મદિવસ તેના મિત્રો અને પરિવાર સાથે ઉજવ્યો હતો.શિલ્પાના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. શિલ્પાએ જન્મદિવસની રાત્રે બહેન શમિતા, પતિ રાજ કુન્દ્રા અને મિત્ર આકાંક્ષા મલ્હોત્રા સાથે પાર્ટી કરી હતી. બર્થ ડે પાર્ટીમાં શિલ્પાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. શિલ્પાનો લુક એકદમ સિમ્પલ હતો.દર વખતની જેમ આ વખતે પણ શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા ફેસ કવર કરી જતો જોવા મળ્યો હતો.
તેણે પોતાનો ચહેરો માસ્ક અને સનગ્લાસથી ઢાંક્યો હતો.આકાંક્ષા મલ્હોત્રા સફેદ ડ્રેસમાં શિલ્પાના બર્થડેની પાર્ટીમાં પહોંચી હતી. શિલ્પા શેટ્ટીની બહેન શમિતા પણ બર્થડે પાર્ટીમાં પહોંચી હતી. શમિતાએ નિયોન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાની એક્ટિંગ અને લુકથી લોકોનું દિલ જીતનારી ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી બુધવારે 47 વર્ષની થઈ ગઈ જેની ઉજવણી તેણે પોતાની સ્ટાઈલમાં કરી. શિલ્પાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં શિલ્પા તેના જન્મદિવસની કેક કાપતી જોઈ શકાય છે. આ દરમિયાન અભિનેત્રીનો પતિ રાજ કુન્દ્રા પણ તેની સાથે ઉભેલા જોવા મળે છે.તેના જન્મદિવસની ઉજવણીમાં શિલ્પા શેટ્ટી બ્લેક બોડી હગિંગ આઉટફિટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.વર્કફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે. આ ફિલ્મ 17 જૂનના રોજ રીલિઝ થવા જઇ રહી છે. જેમાં તેની સાથે ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દાસાની અને શર્લી સેટિયા પણ જોવા મળશે.
અભિનેત્રીના જન્મદિવસ પર શિલ્પાની નિકમ્માની ટીમ તેના ઘરે પહોંચી હતી અને તેને મોટું સરપ્રાઈઝ આપ્યું, જેને જોઈને અભિનેત્રી ખુશ થઈ ગઈ. આ દરમિયાન અભિમન્યુ અને શર્લીએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ ખુશીના અવસર પર શિલ્પાએ ચોકલેટ કેક કાપીને બધાના મોં મીઠા કરાવ્યા હતા. શિલ્પાના જન્મદિવસ પરનો આ નજારો ખરેખર હૃદયસ્પર્શી હતો. શિલ્પાના મુંબઈના ઘરની બહાર ચાહકોએ ‘નિકમ્મા કિયા ઇસ દિલ ને’ ગીત પર ડાન્સ કરીને અભિનેત્રીનો દિવસ બનાવી દીધો હતો.
ચાહકોની સાથે ફિલ્મ ‘નિકમ્મા’ની સ્ટાર કાસ્ટ અભિમન્યુ દાસાની અને અભિનેત્રી શર્લી પણ ડાન્સ કરતી જોવા મળી હતી. શિલ્પા શેટ્ટીએ પોતાના મુંબઈના ઘરે પેપપાજી સામે ચોકલેટ કેક કાપી હતી. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતો. અભિનેત્રી તેના ઘરની બાલ્કનીમાં ઊભી રહીને આ સરપ્રાઈઝ અને ફેન્સના પરફોર્મન્સને માણી રહી હતી. પ્રદર્શન એટલું ધમાકેદાર અને અદભૂત હતું કે અભિનેત્રી પોતે પણ પોતાને રોકી શકી નહીં.
શિલ્પા શેટ્ટીએ આ દરમિયાન સફેદ ડ્રેસ પહેર્યો હતો. જણાવી દઇએ કે, જન્મદિવસના અવસર પર શિલ્પા શેટ્ટીએ પોતાને એક વેનિટી વેન ગિફ્ટ કરી છે, જેમાં કિચનથી લઈને યોગ બાલ્કની, હેરવોશ સ્ટેશન અને બીજી ઘણી બધી અદ્ભુત સુવિધાઓ છે. શિલ્પા શેટ્ટી માટે ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના કમ્ફર્ટ લેવલને જોતા તે હવે વેનિટી વેનમાં પણ યોગ કરી શકે છે.
View this post on Instagram
અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો વર્ષ 2009માં અભિનેત્રીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. તે વ્યવસાયે એક બિઝનેસમેન છે અને તેને બે બાળકો છે – સમિષા અને વિયાન.ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી પાસે રોહિત શેટ્ટીની કોપ ડ્રામા ફિલ્મ પણ છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.