શિલ્પા શેટ્ટીએ દીકરાને કહ્યુ હતુ, “ગુગલ પર સર્ચ ના કરતો તારા પપ્પાનું નામ”

પતિની જેલ જવા પર શિલ્પાએ ગુમાવ્યા હતા પ્રોજેક્ટ્સ : રાજ કુંદ્રાએ કર્યો ખુલાસો, બોલ્યો- મારી પત્ની અને બાળકોને ટાર્ગેટ કરવામાં આવ્યા

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા વર્ષ 2021માં પોર્ન કેસમાં ફસાયો હતો, આ વાતને 3 વર્ષ વીતી ગયા છે અને તે અને તેનો પરિવાર હજુ પણ ક્લીનચીટની રાહ જોઈ રહ્યો છે. રાજ કહે છે કે આ કોઈપણ સમયે થઈ શકે છે અને તે તેના જીવનના શ્રેષ્ઠ સમાચાર હશે. જો કે, જે પણ ઇમેજ ખરાબ થવાની હતી અને જે નુકશાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે. રાજ હવે આ મામલે ખુલીને વાત કરવા માંગે છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા તેણે ઘણી ચોંકાવનારી વાતો જણાવી.

રાજ કુન્દ્રા કહે છે કે તે સિસ્ટમની સ્લો હોવાથી થોડો નિરાશ છે. એટલું જ નહીં, તેણે એ પણ જણાવ્યું કે આ બધાને કારણે તેને અને તેના પરિવારને કેટલી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. રાજ કહે છે કે તે સામાન્ય જીવન જીવવા માંગે છે પરંતુ ટ્રોલિંગ અટકી રહ્યુ નથી. હું સોશિયલ મીડિયા પર ટ્રોલને બ્લોક અને ડિલીટ કરું છું, મને કોઈ ફરક નથી પડતો. પણ હું એટલું જ ઈચ્છું છું કે મારી પત્ની કે બાળકો આવી વાતો ન વાંચે. જ્યારે આ બન્યુ ત્યારે રાજની દીકરી ઘણી નાની હતી પરંતુ પુત્ર વિયાન બુદ્ધિશાળી હતો.

રાજ કહે છે, વિયાન પૂછતો હતો કે શું થઈ રહ્યું છે તેના પર શિલ્પાએ તેને કહ્યું હતુ કે પપ્પાને સેંકડો સવાલોના જવાબ આપવાના છે. જ્યારે આપી દેશે ત્યારે પાછા આવી જશે. તે સમયે વિયાન 10 વર્ષનો હતો. રાજે જણાવ્યું કે શિલ્પાએ વિયાનની સ્કૂલમાં પણ કોઈ સાથે વાત કરી હતી. માતા-પિતા તેમના બાળકોને શું કહેતા હતા તે ભગવાન જાણે. રાજે કહ્યું, તે એક મજબૂત બાળક છે. વિયાન કંઈક ડ્રો અને તેને જેલમાં મોકલતો. સાથે લખતો પપ્પા મિસિંગ યુ, કામ ખત્મ કરી જલ્દી આવી જાવ.

શરૂઆતના બે ત્રણ અઠવાડિયા તો બધુ ઠીક રહ્યુ. 9 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ મેં તેનું ગળું રૂંધાતા સાંભળ્યું અને તે રડી પડ્યો. રાજે જણાવ્યુ કે, જેલમાં રડવા પર લોકો મજાક ઉડાવે છે, ત્યાં ચાદર લઈને રડવું પડે છે. રાજ કહે છે કે તેનો પુત્ર પૂછતો હતો કે શું થઈ રહ્યું છે. શિલ્પાએ વિયાનને તેના પિતાનું નામ ગુગલ કરવાની મનાઈ કરી હતી. રાજે કહ્યું કે જ્યારે શિલ્પા વેલેન્ટાઈન ડે પર પોસ્ટ કરે છે ત્યારે પણ લોકો કોમેન્ટ કરવા લાગે છે કે તે પોર્ન કિંગની પત્ની છે. તેઓ સત્ય જાણતા નથી.

રાજે જણાવ્યું કે આ મામલામાં તેની સંડોવણી માત્ર એટલી હતી કે તેના પુત્ર વિયાનના નામે જે કંપની છે તે કેનરીન નામની કંપનીને સેવાઓ આપતી હતી. આ તેના જીજાની કંપની છે અને હોટશોટ્સ એપ આ કંપનીની છે. શું રાજના લગ્નને અસર થઈ હતી ? આના પર તેણે કહ્યું કે સદનસીબે તે અને શિલ્પા એકબીજાને સારી રીતે ઓળખે છે. રાજે કહ્યું કે જો કોઈ કાન ભરે તો તેઓ એકબીજા વિરુદ્ધ કોઈની વાતમાં નથી આવતા. જણાવી દઇએ કે, જુલાઇ 2021માં મોબાઇલ એપ પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને અપલોડ કરવાના આરોપમાં રાજની ધરપકડ કરવામાં આવી હતી.

લગભગ 2 મહિના પછી તેને જામીન મળી ગયા, જે પછી તેણે 2022માં તેની નિર્દોષતા માટે સીબીઆઈને અપીલ કરી. રાજે ગયા વર્ષે ફિલ્મ ‘UT 69’ દ્વારા, તેના પર આરોપ લગાવ્યા ત્યારથી લઈને તેણે જેલમાં વિતાવેલા 2 મહિના સુધીની તેની સંપૂર્ણ વાર્તા કહી. રાજ અને શિલ્પાએ 2009માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ 2012માં પુત્ર વિયાન અને 2020માં પુત્રી સમીશાનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.

Shah Jina